Palitana
પાલીતાણા નગરપાલિકાના 70 કર્મીઓને છુટ્ટા કરી દેતા વિવાદ – કર્મીઓમાં રોષ
વિશાલ સાગઠિયા
- કર્મચારીઓએ રેલી યોજી આવેદન આપ્યું, રોષની લાગણી વ્યક્ત કરી
પાલીતાણામાં નગરપાલિકાના 70 જેટલા સફાઇ કર્મચારીઓને છુટ્ટા કરી દેવામાં આવતા રેલી યોજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રોષ વ્યક્ત કર્યો છે, પાલીતાણા નગરપાલિકામાં રોજમદારો તરીકે કામ કરતા સફાઈ કામદારોને થોડા મહિના પહેલા નગરપાલિકા દ્વારા છુટ્ટા કરી દેવામાં આવતા વિવાદ થયો હતો અને સફાઈ કર્મીઓ દ્વારા નગરપાલિકા સહિતમાં દેખાવો કરી આંદોલનો કર્યા હતા છતાં પણ તેઓના પ્રશ્નનો નિકાલ ન આવતા આજે પાલીતાણા શહેરના ડો.બાબા સાહેબ આંબેડકર ચોક ખાતેથી સફાઈકર્મીઓ સહિત છુટ્ટા કરાયેલ કર્મચારીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી
પાલીતાણા શહેરના વિસ્તારોમાં રેલી યોજી નારા લગાવી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, સફાયકર્મીઓ પોતાની વિવિધ માંગોને લઈને રજૂઆત કરી હતી જેમાં છુટા કરાયેલ કર્મચારીઓને પાછા લેવા તેમજ સફાઈ કર્મી ઉપર થતા હત્યાચારો બંધ કરવા અને નિવૃત્ત થયેલ કર્મચારીઓના વારસદારોને લેવા તેમજ પીએફ સહિત આપવું સહિત વિવિધ માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી. જો આગામી દિવસોમાં યોગ્ય નિરાકરણની નહિ આવે તો ઉર્ગ આંદોલનની પણ ચીમકી આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે જેમાં સફાઈકર્મીઓ જોડાયા હતા અને ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પોતાનો રોષ વ્યકત કરી રજુઆત કરી હતી.