Sihor
સિહોર નગરપાલિકા વિસ્તારમાં કામ કરતા કોન્ટ્રાકટરો બેફામ બન્યા ; મુકેશ જાની
સત્તાધીશો કોન્ટ્રાકટરોને જમાઈની જેમ સાચવે છે, અનેક ગેરરીતિઓની ફરિયાદ છતાં આજ સુધી કોઈ પગલાં લેવાયા નથી, નગરપાલિકામાં કોન્ટ્રાકટરોને અલગ ચેમ્બર ફાળવાય છે જમાઈ કરતા વધુ સચવાતા હોવાનો જાનીનો આરોપ
સિહોર નગરપાલિકા અને વિવાદ બન્ને એકબીજાના પ્રયાય છે બન્ને હંમેશા વિવાદોમાં રહે છે નગરપાલિકામાં કોન્ટ્રાકટરોને જમાઈની જેમ સાચવતા હોવાનો આરોપ જાનીએ કર્યો છે જાનીએ કહ્યું છે કે એટલી હદે પાલિકામાં કોન્ટ્રાકટરનું રાજ છે કે નિયમાનુસાર કરેલ કરારનો પણ ભંગ કરી પોતાની મનસુફીથી નિર્ણય લઈ કામ કરતા હોય છે.હાલમાં વોર્ડ નં . ૪ માં પાણીના બોરનો પેચીદો પ્રશ્ન કે જે છેલ્લા ૨ વર્ષથી કોન્ટ્રાકટરની લાપરવાહીથી ખોરંભે પડેલો તેમ છતા તેમની સામે સત્તાધીશો દ્વારા કોઈ પગલાં લેવાયા નથી.
પણ આનાથી આગળ વધી સ્વસ્તિક સોસાયટીનો બોર તાત્કાલીક ચાલું કરવા અંગે વિપક્ષનાં શ્રી મુકેશભાઈ જાની અને ઉષાબેને આવેદન આપ્યા પછી આ કામ કરવા અંગે નિર્ણય થતા કોન્ટ્રાકટર અચાનક એક દિવસ બપોર પછી બોરની ગાડીને મોકલી દઈ અને બોરનું કામ ચાલુ કરી દીધેલ કોઈ નગરપાલિકાના જવાબદાર અધિકારી કે એન્જીનીયર કે સ્થાનિક વોર્ડના સભાસદોને આ કામ અંગેની જાણ કરવામાં આવેલ નહીં તેમછતા બોરીગવાળા પોતાની મનસુફીથી તેમની અનુકુળતા મુજબ બોર કરીને જતા રહયા અગાઉ આવી બાબતે જવાબદાર એન્જીનીયર તેમજ સભાસદોને પણ આ અંગેની જાણ કરવામાં આવતી હતી જવાબદાર અધિકારી હાજર રહી અહીનો રીપોર્ટ કરતા હતા પણ આ કેસમાં આવું કશું કરવામાં આવેલ નથી
તપાસ કરતા માલુમ પડેલ છે કે એન્જીનીયરને પણ આ અંગેની જાણ કરવામાં આવેલ નહી જો આ બોર ફેઈલ જાય કે કેટલી ઉંડાઈ સુધી લઈ જવો છે પાણીનું પ્રેશર કેમ રહેશે તેમજ પાણી પીવા લાયક છે કે નહી આવી કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી . તો આના જવાબદાર કોણ ?ોકોના સ્વાસ્થ્યની સાથે ગંભીર ચેડા થવાની સંભાવના હોવાછતા શાસકો ધ્વારા આ બાબતે કોઈ નિર્ણય કરવામાં આવતો નથી અને તેથી કોન્ટ્રાકટરોને છુટો દોર મળી ગયેલ છે . અધિકારીઓ દબાઈ ગયેલા હોય તેમ કોન્ટ્રાકટરોને મનફાવે તેમ કામગીરી કરવા દે છે સિહોર નગરપાલિકામાં કોન્ટ્રાકટરોને અલગથી ચેમ્બર ફાળવવામાં આવેલ છે અને જેને લઈને યોજનાના કામો ચાલતા હોય
ત્યાં હાજર રહેવાના બદલે કોન્ટ્રાકટરોના જવાબદાર એન્જીનીયરો ઓફીસમાં બેસી ગપ્પા મારતા હોય છે નગરપાલિકાના પંખા અને લાઈટો બાળતા હોય છે જયારે સ્થળ ઉપર કામ રામ ભરોસે ચાલતું હોય જેથી આવી કામગીરીમાં નબળી કક્ષાનું કામ થતું હોય લોટ પાણી કે લાકડાં જેવો ઘાટ દરેક કામમાં થતો હોય છે . તેમછતા કયારે પણ કોન્ટ્રાકટરો સામે સત્તાધીશો સામે કોઈપણ જાતના કાયદેસરના પગલાં લેવામાં આવતા નથી અને જાશે કે આ બધું સત્તાધીશો અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મીલીભગતથી ચાલતું હોય તેથી સરકારશ્રીના નાણાંનો ખૂબ જ મોટાપાયે દૂરઉપયોગ થઈ રહયો છે આમ સત્તાધીશોની મીઠી નજર તળે કોન્ટ્રાકટરો બેફામ બની ગયા છે