Sihor
સિહોર સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક એસટી રૂટોનું સંચાલન ખોરવાઇ જશે

વડાપ્રધાનની ભાવનગર ગુજરાતની બે દિવસની મુલાકાતમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં બસોની ફાળવણી કરવામાં આવતા મુસાફરોને પરેશાન થવું પડશે
ભાવનગર સહિત રાજ્યમાં એસ.ટી. ડેપો દ્વારા ભાવનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં બસ મોકલવામાં આવનાર છે જેના પગલે અનેક રૃટનું સંચાલન ખોરવાશે. ગ્રામ્ય વિસ્તારમાં અવર જવર કરતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે. યોગ્ય રીતે સંચાલન નહીં થાય તો બસ નહીં મળતા નાછૂટકે ખાનગી વાહનોમાં સફર કરવાની ફરજ પડશે. અવારનવાર તંત્ર દ્વારા મોકલવામાં આવતી બસોના પગલે મુસાફરોને ભારે હેરાન પરેશાન થવું પડે છે.
જેથી આ દિવસો દરમિયાન યોગ્ય રીતે સંચાલન કરાય તેવી માંગ પણ મુસાફરો દ્વારા અવારનવાર કરાય છે. અવારનવાર કાર્યક્રમો અંતર્ગત બસ મોકલવામાં આવતા મુસાફરોને અવરજવર કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. વડાપ્રધાન ભાવનગર સહિત ગુજરાતની બે દિવસની મુલાકાતે આવવાના છે. ત્યારે આવતીકાલે ભાવનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા માટે બસો મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અસંખ્ય બસો ભાવનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં દોડાવવામાં આવશે જેના પગલે આ દિવસો દરમિયાન સ્થાનિક અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારનું રૃટનું સંચાલન ખોરવાઈ જશે. ગ્રામ્ય વિસ્તારોમાં અવર-જવર કરતી એસ.ટીની બસમાં મોટી સંખ્યામાં મુસાફરો આવન-જાવન કરતા હોય છે. ત્યારે બસ નહીં હોવાના પગલે અવારનવાર હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. અનેક રૃટનું સંચાલન ખોરવાઈ જવાની સંભાવના જોવા મળી રહી છે. બસ ન મળવાના કારણે નાછૂટકે મુસાફરોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની નોબત આવશે. અવારનવાર તંત્ર દ્વારા જે પ્રકારે કાર્યક્રમોમાં બસ મોકલવામાં આવે છે તે વખતે મુસાફરોની સુવિધાને ધ્યાને રાખીને આયોજન હાથ ધરવામાં આવે તો અવરજવરમાં પણ સરળતા મળી શકે એમ છે.