Connect with us

Health

આ પ્રોટીન બારનું કરો સેવન જે હિતાવહ છે સ્વાસ્થ્ય માટે

Published

on

Consume this protein bar which is essential for health

સામાન્ય રીતે પ્રોટીન બારમાં આરોગ્યપ્રદથી લઈ બીનઆરોગ્યપ્રદ ઘટકો મળી આવે છે. તેમજ કેટલાક પ્રોટીન બાર્સમાં સુકામેવા, અનાજ જેવી હેલ્થી વસ્તુઓ હોય છે તો કેટલાકમાં સુગર અને સ્વીટનર્સ મળી આવે છે, જે આરોગ માટે સારા ગણાતા નથી. સારા પ્રોટીન બારને ઓળખવા માટે તેની બ્રાન્ડ અને તેમાં કયા ઘટકો છે તે સમજવું પડે છે માટે . મોટા ભાગના પ્રોટીન બારમાં સ્વાદ અને પોષણ પૂરું પડતા ઘટકો હોય છે. બદામ, બીજ અને સૂકા મેવા જેવા પદાર્થ મળે છે. તેમાં ઓટ્સ જેવા આખા અનાજ પણ હોઈ શકે છે. બીજી તરફ સ્વાદમાં સુધારો કરવા માટે તેમાં ખાંડની ચાસણી, સ્વીટનર્સ, ચોકલેટ, દૂધ, ઇંડા અથવા દહીં પાવડર ઉમેરવામાં આવે છે. જ્યારે વેગન બ્રાન્ડ્સ સોયા અથવા ચોખા જેવા છોડ-આધારિત એજન્ટોનો ઉપયોગ કરે છે.

Consume this protein bar which is essential for health

ઘટકોની વિવિધતાને ધ્યાનમાં રાખીને દરેક પ્રોટીન બાર તમારા માટે સારું છે કે નહીં તે જાણવું મુશ્કેલ બની જાય છે. પરંતુ પોષકતત્ત્વોની પ્રમાણભૂત માહિતી જાણવાથી મદદ મળી શકે છે. અમેરિકા ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચરના જણાવ્યા અનુસાર સરેરાશ 63 ગ્રામ પ્રોટીન બારમાં નીચે મુજબ પોષકતત્વો જરૂરી છે.

ઘણા લોકો વજન ઘટાડવા માટે પ્રોટીન બારનો ઉપયોગ કરે છે. આ  પ્રોટીનના કારણે પેટ ભરેલું હોય તેવો અનુભવ થાય છે. અને તેનાથી વ્યક્તિ બે ભોજનની વચ્ચે નાસ્તો કરવાની અથવા જમતી વખતે જરૂર કરતા વધારે ખાવાની ઇચ્છાને કાબૂમાં રાખી શકે છે.વજન વધારવા માટે પણ પ્રોટીન બાર મદદરૂપ થઈ શકે છે જેમકે  જો તમને થાઇરોઇડનું અસંતુલન હોય અથવા નિયમિત ભોજન કરવામાં સમય કાઢવામાં મુશ્કેલી પડતી હોય ત્યારે પ્રોટીન બાર ફાયદાકારક છે. પ્રોટીન બાર તમને દિવસમાં લગભગ 250 કેલરી વધારાનો જથ્થો આપી શકે છે. તે તમને વધુ ઊર્જા પૂરી પાડે છે. ચરબીયુક્ત આહાર અને મીઠા નાસ્તા પર આધાર રાખવા કરતાં પ્રોટીન બાર ખાવું વધુ સારું છે, તેમ છતાં તમારે નિયમિત ભોજન અને પૌષ્ટિક નાસ્તાને ધ્યાનમાં રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. આ સાથે યાદ રાખો કે, રિફાઇન્ડ અને પ્રોસેસ્ડ ઘટકો, કૃત્રિમ સ્વીટનર્સ અને એડિટિવ્સ ઓછા હોય તેવા પ્રોટીન બારનો ઉપયોગ કરવો હિતાવહ છે.

 

Advertisement
error: Content is protected !!