Palitana
પાલીતાણામાં કોંગ્રેસે ખેલ પાડી દીધો : ભાજપના નગરસેવક અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
વિધિવત ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાયા, વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ પાલીતાણામાં ભાજપના ગઢમાં ગાબડું નગરપાલિકાના વર્તમાન નગરસેવકો પૂર્વ નગર સેવકો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય પાર્ટીના હોદ્દેદારો અદલાબદલીનો ખેલ શરૂ કરી રહ્યા છે ત્યારે પાલીતાણામાં પણ પૂર્વ વિરોધ પક્ષના નેતા જેવો કોંગ્રેસમાં હતા ત્યારબાદ ભાજપ બાદ ફરી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે પાલીતાણામાં ભાજપના આંતરિક વિવાદને લઈને નગરપાલિકાના વર્તમાન ત્રણ નગરસેવકોએ એક માસ પૂર્વે રાજીનામા ધરી દીધા હતા પરંતુ રાજીનામાં સ્વીકારવામાં આવ્યા ન હતા ત્યારબાદ આજે નગર સેવકો દ્વારા કોંગ્રેસનો ખેસ ધારણ કરવામાં આવ્યો છે જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં ખેસ ધારણ કર્યો જેમાં વર્તમાન નગરસેવકો પૂર્વ નગર સેવકો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે
જેને લઇને રાજકારણ ગરમાયું છે ભારતના કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયાના ગઢમાં ગાબડું પડ્યું છે પાલીતાણા શહેરના સર્વ સમાજના લોકપ્રિય નેતા એવા ઓમદેવસિંહ સરવૈયા જેવો પૂર્વ નગર સેવક નગરપાલિકાના જેઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોની સાથે કોંગ્રેસમાં સામેલ થયા છે ત્યારે પાલીતાણાનું રાજકારણ ગરમાયુ છે પાલીતાણા શહેર ભાજપ પ્રમુખના વોર્ડના નગર સેવકો કોંગ્રેસમાં જોડાયા ત્યારે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ પલટો કરનાર નગરસેવકો ભાજપને ચોક્કસ ફટકો પાડે તેવું લાગી રહ્યું છે જિલ્લા પ્રમુખ, પાલીતાણા માજી ધારાસભ્ય સહિતની ઉપસ્થિતિમાં ભાજપના નગરસેવકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો