Gujarat
મુખ્યમંત્રીની સાદગી ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આફરીન … ટ્વીટ કરીને ભૂપેન્દ્ર પટેલના મોંફાટ વખાણ કર્યા…
કુવાડિયા
ભૂપેન્દ્ર પટેલે સાર્વજનિક જીવનમાં સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે તે જાહેર જીવનની દરેક વ્યક્તિ માટે પ્રેરણાસ્ત્રોત છે : મોદી, ભૂપેન્દ્ર પટેલના પૂત્ર અનુજની મુંબઈ સારવાર ચાલી રહી છે , મુખ્યમંત્રી ડોમેસ્ટિક ફ્લાઈટમાં સામાન્ય મુસાફરની જેમ પ્રવાસ કરે છે
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાદગીને વળેલા છે અને તેઓ ખરા અર્થમાં કોમન મેનની પ્રતીતિ કરાવતા રહ્યા છે, હંમેશા લો પ્રોફાઈલ રહેતા ભૂપેન્દ્ર પટેલ ક્યારેય કોઈ ઠાઠમાઠમાં જોવા મળતા નથી. હંમેશા સફેદ શર્ટ અને પેન્ટમાં જોવા મળતા ભૂપેન્દ્ર પટેલ પ્રમાણિક્તાને વળેલા છે. તેમના પૂત્ર અનુજને બ્રેઈન સ્ટ્રોક આવ્યો અને મુંબઈ સારવાર માટે ખસેડ્યા હતા . અનુજને એર એમ્બ્યુલન્સથી મુંબઈ લઈ જ્વાની ફરજ પડી હતી અને તેનું ભાડું રૂા .૩ લાખ મુખ્યમંત્રીએ ચૂકવી પણ દીધું હતું. માત્ર એટલું જ નહીં પણ તેઓ સરકારી એર ક્રાકટનો ઉપયોગ કરતા નથી અને ડોમેસ્ટિક ફ્લાઈટમાં સામાન્ય મુસાફરની જેમ પ્રવાસ કરી રહ્યા છે અને આ સાણી વડા પ્રધાનને પણ ગમી ગઇ હતી અને તેમણે ટ્વીટ કરીને મોંકાટ વખાણ કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલ જ્યારથી મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી સામાન્ય લોકો માટે સચિવાલયના દરવાજા ખોલી નાખ્યા છે. કોઇપણ વ્યક્તિ રજૂઆત માટે આવી શકે છે.
ભૂપેન્દ્ર પટેલ હંમેશા લો પ્રોફાઈલ રહેવામાં માને છે અને જમીની સ્તરની વ્યક્તિ હોવાના અનેક દાખલા જોવા મળી ચૂક્યા છે . તેમના પૂત્ર અનુજની હાલ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યારે તેઓ હંમેશા ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુંબઇ જવાનું પસંદ કરી રહ્યા છે. તેમણે કે તેમના પરિવારે હજુ એક પણ વાર સરકારી એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો નથી. આ બતાવે છે કે , મુખ્યમંત્રી સરકારની સુવિધાઓનો ઉપયોગ કરવામાં માનતા નથી. મુખ્યમંત્રીની આ સાદગીને લઇ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આફરીન પોકારી ઊઠ્યા હતા અને તેમણે ટ્વીટ કરીને તેમની સાદવીને બિરદાવી હતી . વડાપ્રધાને લખ્યું કે, ભૂપેન્દ્ર પટેલની સાદગી સાર્વજનિક જીવનમાં ઉત્તમ છે અને જાહેર જીવનની દરેક વ્યક્તિ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. વડા પ્રધાને તેમના પૂત્ર અનુજના સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના કરી હતી અને જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી કામના પણ કરી હતી