Sihor
વ્હાલસોયા મિત્રોને શ્રદ્ધાંજલિ તેમજ ગૌસેવાના લાભાર્થે સિહોર ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ
પવાર
સિહોરના અમદાવાદ રોડ પર આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વ્હાલસોયા મિત્રોને શ્રદ્ધાંજલિ આપી ટુર્નામેન્ટને ખુલ્લી મુકાઈ, 64 ટીમોએ ભાગ લીધો, ફાયનલના અંતે ઇનામોની વણઝાર થશે
સિહોર એલ ડી મુની ગ્રુપના વ્હાલસોયા મિત્રોના શ્રધ્ધાંજલિ અને ગૌસેવા માટે ઘાસચારાના લાભાર્થે રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ નું અનોખી રીતે આયોજન થયું છે એલ ડી મુની સિહોર 2005, 2006 ગ્રુપના વ્હાલસોયા મિત્રોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા અને ગૌસેવાના ઘાસચારા માટે રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે એક પુણ્ય ભાથું સાથે અનોખી સેવાના સત્કાર્ય સાથે સદભાવના વિચારો ને આવકારદાયક બન્યું છે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં 64 ટીમોએ ભાગ લીધો છે ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રદ્ધાંજલી અર્પણ સાથે ગૌસેવાના ભેખ ધારણ કરનાર મિત્રો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે સિહોરના રાજકીય આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ દાતાશ્રીઓ, સ્નેહીજનો ,મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા,
આ સંદર્ભે યુવા ક્રિકેટરોને ને પ્રોત્સાહિત કરવા તેમજ હાલ કાળજાળ ગરમી ને લઈ સિહોરની ગૌશાળા ખાતે ગૌમાતા માટે ઘાસચારા માટે આયોજકો દ્વારા આયોજન થઈ રહ્યું છે
આ ટુર્નામેન્ટમાં 64 ટીમો ભાગ લીધો છે. ફાયનલના અંતે ઇનામોની વણજાર રહેશે. વ્હાલસોયા મિત્રોને અદકેરું શ્રધ્ધાંજલિ અર્પણ માટે સિહોરના નગરજનો ને સાથે રાખી અનોખી અને યાદગાર ક્ષણોના સહભાગી બનવા લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટેનું આમંત્રણ અપાયુ હતું.
આ ટુર્નામેન્ટનો રાત્રીનો નજારો અદ્ભૂત જોવા મળે છે. બેનરમાં મિત્રોની શ્રદ્ધાંજલિ તસવીર બોલતી હોય તેવો ભ્રાસ આંખમાં તરી આવે છે