Connect with us

Gujarat

ગુજરાત ગેસ અને અદાણી દ્વારા સીએનજી તથા પીએનજીના ભાવમાં ઘટાડો જાહે

Published

on

CNG and PNG prices will be reduced by Gujarat Gas and Adani

બરફવાળા

ગુજરાત ગેસના નવા સીએનજી ભાવ રૂા.72.26 : પ્રતિ કિલો રૂા.6.26નો ઘટાડો : પીએનજીનો નવો ભાવ પ્રતિ ઘન સેન્ટીમીટર યુનિટ રૂા.49 : પાઇપલાઇન મારફત મળતા ગેસમાં રૂા.4નો ઘટાડો, અદાણી દ્વારા મોટો ઘટાડો અપાયો : અદાણી ગેસ સ્ટેશન પર મળતા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂા.8.13 અને પીએનજીના ભાવમાં પ્રતિ ઘન સેન્ટીમીટર રૂા.5.06નો ઘટાડો : દેશભરમાં નવી ભાવ પોલીસી લાગુ

કેન્દ્ર સરકારે કુદરતી ગેસની નવી ભાવ નીતિ જાહેર કર્યાના 24 કલાકમાં જ ગુજરાત સહિત દેશભરમાં સીએનજી અને પીએનજીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે અને ગુજરાતમાં ગેસ પુરો પાડતી બે કંપનીઓ અદાણી ટોટલ ગેસ તથા ગુજરાત ગેસ કંપનીએ તાત્કાલીક અસરથી નવો ભાવ જાહેર કર્યો છે. ગુજરાત સહિત અનેક રાજયોમાં ગેસ પુરો પાડતી રાજય સરકારની કંપની ગુજરાતે ગેસે આજે સીએનજી અને પીએનજીમાં નવા ઘટાડેલા ભાવ જાહેર કર્યા છે. જે મુજબ સીએનજીમાં 6.ર6નો પ્રતિ કિલો ભાવ ઘટાડો થયો છે. અગાઉ રાજયમાં રૂા.78.52 પ્રતિ કિલોના ભાવે સીએનજી (વાહનો માટેનો ગેસ) જે વેંચાતો હતો તે હવે રૂા.72.26 પ્રતિ કિલો વેંચાશે જયારે પાઇપલાઇન મારફત જે ઘરે ઘરે ગેસ પુરો પાડવામાં આવે છે તે પીએનજીનો નવો ભાવ રૂા.49 પ્રતિ યુનિટ જાહેર કરાયો છે.

CNG and PNG prices will be reduced by Gujarat Gas and Adani

જે અગાઉ રૂા.53 હતો. આમ પીએનજીના ભાવમાં 4નો ઘટાડો થયો છે. આ અગાઉ અદાણી ટોટલ ગેસ દ્વારા પણ સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. અદાણી ગેસ દ્વારા સીએનજીમાં પ્રતિ કિલો રૂા.8.13 અને પીએનજીમાં પ્રતિ ઘન સેન્ટીમીટર યુનિટ રૂા.5.06નો જાહેર કરવામાં આવ્યો છે અને આજે મધરાતથી લાગુ કરી દેવામાં આવ્યો છે. આમ એક તરફ એલપીજીના ભાવમાં વધારો થયો હતો તેની સામે હવે પાઇપલાઇન મારફત અપાતા ગેસના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓ માટે રાહત થશે. જયારે વાહનો માટેના સીએનજીના ભાવમાં ઘટાડો થતા ટ્રાન્સપોર્ટેશન પણ સસ્તુ થશે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!