Connect with us

Surat

ઉમરાળાના ચૌહાણ પરિવારે સુરત સિવિલ હોસ્‍પિટલ ખાતે પોતાના વ્‍હાલસોયા પુત્રના અંગોનું મહાદાન કર્યું

Published

on

Chauhan family of Umrala donates organs of their son Vhalsoya at Surat Civil Hospital

નિલેશ આહીર

બ્રેઇનડેડ યુવકના લીવર અને બે કિડનીના દાનથી માનવતા મહેંકી ઉઠી

ઉમરાળા ખાતે રહેતા ૩૦ વર્ષીય યુવાન સુનિલભાઈ રાઘવભાઈ ચૌહાણ મહાદેવ કાર્ટીંગ કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરીને આજીવિકા રળતા હતા. ગત તા.૨૭મીના રોજ રાત્રિના સમયે કીમ નજીક અણીતા, આર્યન સ્‍કૂલ પાસેથી બાઈક પર પસાર થઈ રહ્યા હતા, ત્‍યારે માર્ગ પર અચાનક ભૂંડ આવી જતા ડિવાઈડર સાથે અથડાયા હતા. જેથી માથાના ભાગે ગંભીર ઈજા થતા કિમની પ્રાઈવેટ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા, ત્‍યારબાદ વધુ સારવાર માટે સુરત નવી સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન આજ તા.૩૦મીના રોજ તબીબોની ટીમે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

Chauhan family of Umrala donates organs of their son Vhalsoya at Surat Civil Hospital

તેમના મહામૂલા અંગોના દાનથી જરૂરિયાતમંદને નવજીવન મળી શકે તેમ હોવાથી તેમના પરિવારજનોને ડો.નિલેશ કાછડીયા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, સોટો ઓર્ગન ડોનેશનની ટીમ અને તબીબોએ અંગદાન અંગેની જાણકારી આપી. પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપતા જણાવ્‍યું હતું કે, અમારૂ સ્‍વજન આ દુનિયામાં નથી રહ્યું, પણ તે અન્‍ય જરૂરિયાતમંદ વ્‍યક્‍તિઓના શરીરમાં જીવંત રહેતા હોય તો અંગદાન માટે ખુશીથી આગળ વધો. સ્‍વજનના અંગોના કારણે અન્‍યને જીવનદાન મળશે. દુઃખદ ઘડીમાં અંગદાનનો નિર્ણય કરી સમાજ માટે પ્રેરણારૂપ બનનાર નિર્ણય કરનાર આ પરિવારની સંમતિ આપતા સોટો અને નોટોની ગાઈડલાઈન મુજબ અંગદાનની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી.

Chauhan family of Umrala donates organs of their son Vhalsoya at Surat Civil Hospital

જેમાં આજ રોજ અમદાવાદની IKDRC-ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ કિડની ડિસીઝ રિસર્ચ સેન્‍ટરની ટીમ દ્વારા સુરત સિવિલ આવીને બ્રેઈનડેડ યુવકની બે કિડની, લીવરનું દાન સ્‍વીકારીને અંગો અમદાવાદ લઈ જવામાં આવ્‍યા હતા. અંગદાનના આ સેવા કાર્યમાં સુરત પોલીસ, ગુજરાત નર્સિંગ કાઉન્‍સિલના ઈકબાલ કડીવાલા, સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ અને સિક્‍યોરિટી સ્‍ટાફ તેમજ સ્‍વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!