National
ચારધામનાં યાત્રીઓને હવે ઈમરજન્સીમાં મળશે સારવાર ; મજબૂત માળખું તૈયાર કરાશે
મિલન કુવાડિયા
માંડવીયાએ કરી જાહેરાત : ઈમરજન્સીમાં દવાઓ ડ્રોનથી પહોંચાડવામાં આવશે
કેન્દ્ર સરકાર ટુંક સમયમાં જ દેશભરની ચારધામ યાત્રા પર જનારા તીર્થયાત્રીઓ માટે એક મજબુત સ્વાસ્થ્ય સહાયના અને આપાતકાલીન પ્રબંધન (ઈમરજન્સી વ્યવસ્થા) માટે પાયાગત માળખુ તૈયાર કરવા જઈ રહી છે. ત્રણ સ્તરીય રચનાની મદદથી એ નિશ્ચિત કરવામાં આવશે. જેથી તીર્થયાત્રીઓને તેમની યાત્રા દરમ્યાન સ્વાસ્થ્ય સહાયતા મળી શકે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવીયાએ સોમવારે ઉતરાખંડના સ્વાસ્થ્ય મંત્રી ડો.ધનસિંહ રાવત સાથે મુલાકાત બાદ આ વાત કહી હતી.
રાવતે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને કઠીન માર્ગની સાથે સાથે તીર્થયાત્રીઓના સ્વાસ્થ્ય પડકારો અને છેલ્લા કેટલાંક મહિનામાં સ્વાસ્થ્ય સંબંધી ઈમરજન્સી પરિસ્થિતિઓ જેમ કે સ્ટ્રોક વગેરેનાં કારણે થતા તીર્થયાત્રીઓનાં મોતની જાણકારી આવી હતી. ડો.માંડવીયાએ કેન્દ્ર સરકાર તરફથી પૂર્ણ સમર્થનનું આશ્વાસન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, તીર્થયાત્રીઓ માટે સર્વોતમ સંભવ સ્વાસ્થ્ય દેખરેખ અને સ્વાસ્થ્ય ઈમરજન્સી પાયાગત માળખુ આપવામાં આવશે.તેમણે જણાવ્યું હતું કે અગ્રિમ એમ્બ્યુલન્સ અને સ્ટ્રોક વેનના એક મજબૂત નેટવર્કની યોજના એ નિશ્ચિત કરવા માટે બનાવાઈ છે કે સ્ટ્રોક પ્રબંધન અને ઉપચાર સ્વાસ્થ્ય સુવિધા રસ્તામાં જ શરૂ થઈ શકે. યાત્રા દરમ્યાન ઉંચા વિસ્તારોમાં ઈમરજન્સી દવા ઉપલબ્ધ કરાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે.