National
કેન્દ્ર સરકાર માસ્ક ફરજિયાત નહીં કરે : મનસુખ માંડવિયા
કુવાડિયા
પ્રતિબંધો લાદવા કે નહીં તેનો નિર્ણય રાજ્ય સરકારો લેશે, જો કોઈ રાજ્યમાં કેસ વધુ જણાશે તો ત્યાંની સરકારને નિર્ણય લેવા માટેની છૂટ: ગુજરાત સહિત અનેક રાજ્યો પાસે વેક્સિન નથી તેવી વાતો ચાલી રહી છે ત્યારે બજારમાં અત્યારે ચાર પ્રકારની વેક્સિન ઉપલબ્ધ હોવાથી લોકો તે પણ ખરીદીને લઈ શકશે
ગુજરાત સહિત દેશના અલગ-અલગ રાજ્યોમાં કોરોનાએ ફરી ઉછાળો મારવાનું શરૂ કરી દેતાં કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકારોની ચિંતામાં પણ વધારો થઈ ગયો છે. દરમિયાન ગઈકાલે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ દરેક રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે કોરોનાના વધી રહેલા કેસને લઈને બેઠક કરીને જરૂરી સુચનો પણ આપ્યા હતા. બીજી બાજુ આજે કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે હવે આપણે કોરોના સાથે જ જીવવાનું છે એટલા માટે અત્યારે કેસ વધી રહ્યા છે ત્યારે પ્રતિબંધો લાદવા કે નહીં તેનો નિર્ણય લેવાની છૂટ રાજ્ય સરકારોને આપી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર કોઈ પણ પ્રકારના પ્રતિબંધો લાગુ નહીં કરે ન તો માસ્ક ફરજિયાત કરે
હવે લોકોએ કોરોનાથી ડરવાની જરૂર નથી, સાવચેતી રાખવી આવશ્યક: કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા
એટલે સરકારની ભરપૂર ટીકાઓ કરવામાં આવી રહી હોવાથી અત્યારે કેન્દ્ર સરકાર સમજી-વિચારીને જ રાજ્યોને વેક્સિન આપી રહી છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર દ્વારા લોકોને મફતમાં વેક્સિન મળી રહે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે. વેક્સિનની કોઈ જ અછત નથી અને દરેક રાજ્યોને ટૂંક સમયમાં તેનો જથ્થો પૂરો પાડી દેવાશે. વધુમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ એક વાતચીતમાં જણાવ્યું કે અત્યારે કોરોનાનું સબ વેરિયેન્ટ એચબીબી 1.16 છે તે એટલું અસરકારક જણાઈ રહ્યું નથી એટલા માટે ઝડપથી તેનો અંત પણ આવી જશે. કોરોનાની આ પ્રકારની લહેર અને વેરિયેન્ટ દર બે-ત્રણ મહિને આવતા જ રહેવાના છે. આ વર્ષે ઈન્ફ્લુએન્ઝા મતલબ કે એચ3એન2ના કેસ વધુ નોંધાયા છે તે વાત જરૂર નોંધનીય રહી છે