Connect with us

Bhavnagar

સરકારની યોજનાઓનો લાભ છેવાડા માણસ સુધી પહોંચાડવા ભાજપ કાર્યકર્તા કટિબદ્ધ – ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ભારતીબેન શિયાળ

Published

on

bjp-workers-are-determined-to-deliver-the-benefits-of-government-schemes-to-the-last-man-bjp-vice-president-shri-bhartiben-shayal

મિલન કુવાડિયા

  • ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં પીરમબેટ પર ભાવનગર જિલ્લા ભાજપ કારોબારી બેઠક મળી

ભાવનગર જિલ્લા ભાજપની કારોબારી બેઠક ઘોઘા પાસેના ઐતિહાસિક પીરમબેટ ખાતે મળી જેમાં અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળે સરકારની યોજનાઓનો લાભ છેવાડા માણસ સુધી પહોંચાડવા ભાજપ કાર્યકર્તા કટિબદ્ધ હોવાનું અને વધુ કાર્યરત રહેવા જણાવ્યું. અહી ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં હોદ્દેદારો જોડાયા હતા. ગોહિલવાડના ઐતિહાસિક વીર મોખડાજીની ભૂમિ પર ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી મૂકેશભાઈ લંગાળિયાના નેતૃત્વમાં કારોબારી બેઠકમાં સંગઠનની વિવિધ માર્ગદર્શક બાબતો રજૂ થઈ હતી. ભાજપ રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં આવેલા પરિણામ માટે કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા.

bjp-workers-are-determined-to-deliver-the-benefits-of-government-schemes-to-the-last-man-bjp-vice-president-shri-bhartiben-shayal

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઉલ્લેખ સાથે આ પરિણામોથી સમગ્ર દેશ ભારે આશા અને ઉત્સાહ સાથે ગુજરાતને રાષ્ટ્રની પ્રયોગશાળા માની રહ્યું છે. દરેક કાર્યકર્તાઓને આ ભવ્ય વિજય પછી સમાજ અને ગરીબો માટે વધુ સભાનતા રાખવા તેઓએ શીખ આપી. સરકારની યોજનાઓનો લાભ છેવાડા માણસ સુધી પહોંચાડવા ભાજપ કાર્યકર્તા કટિબદ્ધ હોવાનું અને વધુ કાર્યરત રહેવા જણાવ્યું. મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય બાદ બેઠકને સંબોધન કરતા ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ અંતિમ વ્યક્તિના જીવનમાં પરિવર્તન માટે ભાજપ કાર્યકર્તા સક્રિય રહ્યાનું જણાવી તબક્કાવાર સંગઠનની પ્રક્રિયા માટે હોદ્દેદારોની જવાબદારી વિશે માર્ગદર્શન આપ્યું. જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી મૂકેશભાઈ લંગાળિયાએ સૌ કાર્યકર્તા હોદ્દેદારોની જવાબદારી માટે વધુ સક્રિય બનવા હાંકલ કરી, તેઓએ શ્રી મોખડાજીની આ ભૂમિ પર બેઠક રાખવાનો હેતુ કાર્યકર્તાઓને ઈતિહાસ સાથે પરિચય કરાવવાનો પણ હોવાનું ઉમેર્યું. આ બેઠક સંબંધિત ઠરાવોનું વાંચન શ્રી નાનુભાઈ ડાખરાએ રજૂ કરેલ.

bjp-workers-are-determined-to-deliver-the-benefits-of-government-schemes-to-the-last-man-bjp-vice-president-shri-bhartiben-shayal

જિલ્લા મહામંત્રી શ્રી હરેશભાઈ વાઘના સંચાલન સાથે પ્રારંભે શ્રી જગદીશભાઈ મકવાણાએ સંઘગાન રજૂ કરેલ. આ બેઠકમાં ધારાસભ્યો શ્રી શંભુનાથજી ટુંડિયા તથા શ્રી ગૌતમભાઈ ચૌહાણ સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા પ્રભારી શ્રી રેખાબેન ડુંગરાણી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય શ્રી રાઘવજી મકવાણા તેમજ અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઘોઘા તાલુકા ભાજપના વિશેષ સંકલન જહેમતથી સૌને શણગારેલી હોડીઓમાં બેસાડી આ ઐતિહાસિક સ્થાનમાં બેઠક અંગે હોદ્દેદારોએ રાજીપો વ્યક્ત કર્યો હતો. અહી મહામંત્રી શ્રી ભૂપતભાઈ બારૈયા તથા શ્રી કેતનભાઈ કાંત્રોડિયા અને કાર્યકર્તાઓ સાથે રહ્યા હતા, તેમ પ્રવકતા શ્રી કિશોર ભટ્ટ દ્વારા જણાવાયું છે.

error: Content is protected !!