Bhavnagar
ભાવનગર ડમીકાંડનો રેલો અમરેલી જિલ્લા સુધી પહોંચ્યો – બગસરા અને ધારીની શાળામાં ડમી પરીક્ષાર્થીઓ બેસ્યા હોવાનું ખૂલતા SIT તપાસ માટે પહોંચી
બરફવાળા
ભાવનગરમાં ડમીકાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ અમરેલી જિલ્લાની બે શાળામાં પણ ડમી પરીક્ષાર્થીઓએ પરીક્ષાઆપી હોવાની વિગતો સામે આવતા હવે તપાસનો રેલો અમરેલી સુધી પહોંચ્યો છે. આજે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના સભ્યો બગસરા અને ધારીની શાળામાં તપાસ માટે પહોંચ્યા હતા. ભાવનગર પોલીસ દ્વારા ડમીકાંડ મામલે 36 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલાની તપાસ માટે રચવામાં આવેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા અત્યાર સુધીમાં સાત આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે.
અત્યાર સુધીની તપાસમાં ડમી પરીક્ષાર્થીઓએ અમરેલી જિલ્લાની બગસરા અને ધારીની એક એક શાળામાં ડમી તરીકે પરીક્ષા આપી હોવાની વિગતો સામે આવી છે. ત્યારે આ મામલાની તપાસ માટે આજે ભાવનગરથી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશનની ટીમ તપાસ માટે પહોંચી છે. બગસરા શહેરમાં આવેલી મેઘાણી હાઈસ્કૂલમાં વર્ષ 2022માં ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં ભાલિયા રાજ ગીગાભાઈ ડમી તરીકે બેસ્યો હતો. જ્યારે ધારીની જી.એન.દામાણી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં અને ધારીના દુધાળા ગામની પ્રાથમિક શાળામાં પણ તપાસ કરવામાં આવી હતી.