Connect with us

Bhavnagar

ભાવનગર ડમી કૌભાંડ પર આમજનતા સાથે સંતોની પણ નજર

Published

on

Bhavnagar Dummy Scam with common eyes of Saints

કુવાડિયા

કડક કાર્યવાહી થવી જોઈએ : પૂ.લહેરગિરિબાપુ સિહોર અને તળાજા પંથકના શખ્સો દ્વારા ચલાવવામાં આવતા કૌભાંડને લઈ સંતની સરકાર સમક્ષ માંગ

રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી મેળવવા માટે ગેરરીતિ આચરવાના કૌભાંડ નો પર્દાફાશ બાદ સિહોર અને તળાજા પંથકનાં જ મુખ્ય સૂત્રધારો સૌથી વધુ હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે.આ કૌભાંડી ઓ સામે કડક મા કડક કાર્યવાહી થવી જોઈએ તેવો સૂર ઉઠવા પામ્યો છે ત્યારે જૂનાગઢ જૂના અખાડા ના થાણાપતી પૂ .લહેરગિરિ બાપુ એ રાજ્ય સરકાર પોલીસ સરસ જ કામગીરી કરી રહી છે તેમ છતાંય એકેય કૌભાંડી છટકી ન જાય.નીચેથી ઉપર સુધી તપાસ થવી જોઈએ તેવી સરકાર સમક્ષ માગણી કરી છે. ભાવનગર પોલીસ દ્વારા આજ સુધીની ડમી પરીક્ષાર્થી,ડમી માર્કશીટ,બનાવટી દસ્તાવેજો બનાવી ને સરકારી નોકરી,શિક્ષણ ના અભ્યાસ અર્થે જે ગેરરીતિ આચરવાના કરેલા પર્દાફાશ બાદ પોલીસ અને સરકાર શું કાર્યવાહી કરી રહી છે તેના પર રાષ્ટ્રીય કક્ષાના સંત ગણ પણ નઝર રાખી રહ્યા છે.

Bhavnagar Dummy Scam with common eyes of Saintsતળાજા ના દેવળીયા ખાતે આવેલ હનુમાનજી મંદિર આશ્રમ તથા કોટિયા ગૌધામ ના મહંત અને જૂનાગઢ જૂના અખાડા ના થાણાપતિ રાષ્ટ્રીય સંત પું.લહેરગિરિ બાપુ તળાજા વિસ્તારના જ હોય તેઓએ આ બાબતે પ્રિતિક્રિય આપી હતીકે આ કૌભાંડ વર્ષોથી ચાલે છે. એ બધાજ ને ખબર છે.અગાઉથી ચાલ્યું આવતું હોય તોજ આ લોકોને વર્તમાન સમયે મોકળું મેદાન મળ્યું હોય.આખે આખી ચેનલ કામ કરતી હોય તેવું લાગે છે.ત્યારે છેક નીચે થી લઇ ઉપર સુધી તપાસ થવી જોઈએ. તેઓએ સરકાર અને પોલીસ હાલ સારું જ કામ કરી થી છે તેવો વિશ્વાસ વ્યક્ત કરવાની સાથે લાગણી વ્યક્ત કરી હતીકે આ રાજ્ય વ્યાપી કૌભાંડ મા સામેલ વ્યકિત મોટો ઓફિસર હોય તો તેની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ.ભવિષ્યમાં આ પ્રકારનું કૌભાંડ કોઈ આચરે નહિ તેવી કડક કાર્યવાહી ની માગ કરી સરકાર સમક્ષ કરી છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!