Connect with us

Bhavnagar

ભાવનગર શહેર આહીર સમાજ આયોજિત ઇનામ વિતરણ કાર્યક્રમમાં 7 વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન

Published

on

Bhavnagar City Ahir Samaj Organized Prize Distribution Program Honoring 7 Special Talents

બ્રિજેશ

સરદારનગર ઓડિટોરિયમ હોલ ખાતે આહીર સમાજનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો, વિધાર્થીઓ તેમજ સરકારના અલગ અલગ ફરજ બજાવતા સમાજના મહારથીઓને સન્માનિત કરાયા

ભાવનગર આહીર સમાજ આયોજીત સરદારનગર ઓડીટોરીયમ ખાતે ઇનામ વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમ શ્રીમતી જયશ્રીબેન ઝળુ એડિશનલ કલેક્ટર ભાવનગરના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો હતો કાર્યક્રમમાં ખાસ ડો ભરતભાઈ ડાંગર પ્રદેશ ભાજપ સહ પ્રવકતા, રઘુભાઇ આહીર પ્રદેશ મંત્રી ભાજપ, શ્રી ડો પ્રવીણભાઈ બાલદાણીયા કળસાર હોસ્પીટલ , શ્રી નાનાભાઈ રોયલા પૂર્વ ધારાસભ્ય શ્રી પેથાભાઈ આહીર(ex ડિરેક્ટર GIDC), શ્રી મહેશભાઈ ખમળ(જ્ઞાતિ પટેલ),ડોકટરો અધિકારીયો પી એસ આઈ ઓ બીઝનેસમેનો સહીત સમાજ ના આગેવાનો અને વિદ્યાર્થીઓ તથા વાલીઓએ બહોળા પ્રમાણમાં હાજરી આપી હતી ધોરણ 10 થી લઇ માસ્ટર ડિગ્રીના વિદ્યાર્થીઓ તથા ગત વર્ષે જુદા જુદા સરકારી વિભાગોમાં નિમણુંક પામેલ 25 જેટલા કર્મયોગી ભાઈઓ તથા બહેનો તેમજ રાષ્ટ્રીય તથા રાજ્ય લેવલે જુદા જુદા ક્ષેત્રે પ્રતિનિધિત્વ કરેલ 7 વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત હાજર સમાજના આગેવાનો તેમજ ઉચ્ચપદ પર બિરાજમાન યુવા આઇકોન દ્વારા હાજર સૌ વિદ્યાર્થીઓ ને કારકિર્દી તેમજ શિક્ષણ ક્ષેત્ર નું અમુલ્ય માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા આહીર સમાજ ભાવનગર શહેરના કાર્યકર્તા ભલાભાઈ ચાવડા મહાવીરભાઈ ડાંગર ગોવિંદભાઇ ભેટારીયા ગોવિંદભાઈ બોરીચા ડાયાભાઇ ડાંગર માયાભાઇ સોલંકી કિશોરભાઈ આહીર દાનુભાઈ દેસાઈ કાળુભાઇ માયડા તથા આહીર સમાજના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી..

Continue Reading
Advertisement
error: Content is protected !!