Connect with us

Bhavnagar

ભાવનગર ; નાગરિકોનાં પ્રશ્નો અને સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવતો સ્વાગત કાર્યક્રમ

Published

on

Bhavnagar; A welcome program to address citizens' queries and problems on the spot

બરફવાળા

ભાવનગરમાં જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો ; છેવાડાનાં ગામડાથી લઈને શહેરો સુધીનાં તમામ અરજદારોનાં પ્રશ્નોનું સ્થળ પર જ સમાધાન થતાં આ પહેલને સાર્થક કરાવતા ભાવેણાનાં અરજદારો

ભાવનગર જિલ્લામાં આજરોજ યોજાયેલ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોનાં પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. પોતાનાં પ્રશ્નોનાં સ્થળ પર જ ઝડપી નિરાકરણ આવતા સ્વાગત કાર્યક્રમને અરજદારો દ્વારા વધાવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લામાં જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો રજુ કરવામાં આવ્યાં હતાં. જેમાં જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતા દ્વારા અરજદારોનાં પ્રશ્નો સાંભળી ત્વરીત નિર્ણય લઇ જવાબદાર અધિકારીશ્રીઓને સુચનો પાઠવવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં અરજદારો દ્વારા રસ્તાઓ, દબાણો, વિજળી, જમીન સહિતનાં પડતર પ્રશ્નો રજુ કરવામાં આવ્યાં હતાં.

Bhavnagar; A welcome program to address citizens' queries and problems on the spot

જેમાં અરજદારોનાં પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવતા “સ્વાગત કાર્યક્રમ”ની પહેલને ભાવેણાનાં અરજદારો દ્વારા આ પહેલને સાર્થક સાબિત કરી હતી. દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રીનાં કાર્યકાળમાં નાગરિકોનાં પ્રશ્નોનાં સુખદ નિરાકરણ માટે રાજ્યમાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જે કાર્યક્રમનાં ૨૦ વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વાગત સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા, પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી બી.જે. પટેલ સહિતનાં જિલ્લાનાં વરીષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement
error: Content is protected !!