Sihor
લોક કલ્યાણ અને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ દિવસ 1
કુવાડિયા
લોક કલ્યાણ અને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના મોક્ષાર્થે સિહોરમાં ભાગવત સપ્તાહનો પ્રારંભ, નગરમાં ભવ્ય પોથીયાત્રા નીકળી
પ પૂ કથાકાર નરેશભાઈ શાસ્ત્રીજીના મુખેથી આજથી 4 જૂન સુધી સેવા-સમર્પણ અને કર્મ ભક્તિથી ધર્મ-સમાજ ભાવનાને ઉજાગર અને ભગવાન શ્રીરામ ગુણગાન થશે, તેમજ લોક કલ્યાણ અને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના મોક્ષાર્થે પ્રાર્થનાઓ થશે, વિશાળ કારના કાફલા સાથે પોથીયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી
સિહોરના પ્રસિદ્ધ ચિથરીયા હનુમાનજી મંદિર દ્વારા આયોજિત લોક કલ્યાણ અને કોરોનામાં મૃત્યુ પામેલા દિવગતોના મોક્ષાર્થે જાણીતા કથાકાર નરેશભાઈ શાસ્ત્રીજીની આજથી શરૂ થનાર ભાગવત કથાના પ્રારંભે સિહોરના ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય તેવી મોટી અને રજવાડી ઠાઠ-માઠ સાથે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. જેમાં કાર, બાઈક, સહિતના વાહનોનો વિશાળ કાફલા સાથે અંદાજીત એક કિમિ લાંબી પોથીયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા ઇતિહાસ રચાયો હતો. દરેક જ્ઞાતિ સમુદાય દ્વારા ઠેરઠેર પોથીયાત્રાનું સ્વાગત કરાયું હતું. શહેરના ઠાકરદ્વારા મંદિર ખાતેથી સાધુ સંતો, તેમજ બાઈક અને કાર સહિતના વાહનોના વિશાળ કાફલા સાથે ઐતિહાસિક કહી શકાય તેવી પોથયાત્રાનું પ્રસ્થાન થયું હતું.
જેમાં ભાગવત કથાના આયોજક તેમજ સાધુ સંતો તેમજ રાજકીય, સામાજિક સહિત દરેક ક્ષેત્રેના આગેવાનો, મોટાભાગના શહેરના અગ્રણીઓ તેમજ દરેક સમાજના લોકો પોથીયાત્રામાં જોડાયા હતા. અત્યાર સુધીની યોજાયેલી તમામ કથા કરતા આ ભવ્યાતિભવ્ય કહી શકાય તેટલી લાંબી પોથયાત્રા હતી. મુખ્યમાગો ઉપર પોથીયાત્રા નીકળતા અદભુત નઝારો સર્જાયો હતો. ઠેરઠેર દરેક જ્ઞાતિના લોકો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. વિશાળ કાફલા સાથે પોથીયાત્રા મુખ્યમાર્ગો પર ફરી કથા સ્થળ ખાતે પહોંચીને પૂર્ણ થઈ હતી.
પ્રસિદ્ધ ચિથરીયા હનુમાનજી મંદિર દ્વારા લોક કલ્યાણ તેમજ કારોનામાં મૃત્યુ પામેલા દિવગતોના મોક્ષાર્થે જાણીતા કથાકાર નરેશભાઈ શાસ્ત્રીજીની ભવ્ય ભાગવત કથા આજથી ચિથરીયા હનુમાનજી ખાતે પ્રારંભ થયો છે. ખાસ કરી તમામ જ્ઞાતિના કોરોના દિવંગતોની સ્મૃતિમાં આ ભાગવત કથા યોજનાર હોવાથી વધુને વધુ લોકો લાભ લે તે માટે કથા સ્થળે હજારો લોકો બેસી શકે તેવો ભવ્ય સામીયાણો તૈયાર કરવામાં આવ્યો છે. પોથીયાત્રામાં યાત્રામાં મોટી સંખ્યામાં ગાડીનો કાફલો જોડાયો હતો અને ભવ્ય પોથીયાત્રા નિહાળવા મોટી સંખ્યામાં ભક્તો જોડાઇ ને પોથીયાત્રાના દર્શન લાભ લીધો હતો