Connect with us

Sihor

સિહોરના રાજપરા ખાતે માં ખોડિયાર ના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ ; વાતાવરણ ધર્મસભર બન્યું

Published

on

Beginning of Srimad Bhagavata Katha in the presence of Ma Khodiyar at Rajpara in Sihore; The atmosphere became religious

કુવાડિયા

ભાગવત કથા એ દિવ્ય જીંદગીની ખોજ છે : ક્ષિપ્રાગિરીજી મહારાજ

સિહોર ખોડિયાર મંદિર ખાતે બુધેલિયા પરિવારની વાડીમા રાજપરા ખોડિયાર મંદિર મહંત ઉદયપુરી ધનરાજપુરી ગૌસ્વામી પરીવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો છે. આજના પ્રારંભે ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો, માતાઓ, બાળકો, દિકરીઓ વિશાળ શોભાયાત્રામાં જોડાયા હતા, કળશધારી દિકરીઓ દ્વારા ભાગવત ભગવાનની પોથીના સામૈયા કરવામાં આવ્યા. વિશાળ પરીસરમાં રંગેચંગે શોભાયાત્રા પહોંચેલ. વ્યાસપીઠે વિદ્વાન વકતા ક્ષિપ્રાગિરીજી મહારાજ તેમની સંગીત મંડળીના કર્ણપ્રીય સથવારે શ્રીમદ્દ ભાગવત કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે.

કથાના મંગલચરણમાં ક્ષિપ્રાગિરીજી મહારાજએ આ કથાના આયોજક શ્રી ખોડિયાર મંદિર મહંત પરિવારની ભાવનાની પ્રશંસા કરતા કરીને આ મહાન કાર્યને બિરદાવ્યું હતું આજના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં દિકરીઓ દ્વારા વાજતે ગાજતે પોથીયાત્રાનું સામૈયુ કરવામાં આવ્યું હતું. સર્વે સમાજના ભાવીકો આ પોથી યાત્રામાં જોડાતા વાતાવરણ ધર્મસભર બની ગયું હતું.

વ્યાસપીઠેથી બાપુએ હંમેશા મોજમાં રહેવાનો સંદેશ આપ્યો છે.શ્રીમદ્ ભાગવત સપ્તાહ પ્રેમ સ્ત્રોત છે, પૈસો સાધન છે, પ્રેમ સાધ્ય છે, ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પ્રસાદ છે. શ્રીમદ્દ ભાગવત સપ્તાહ ભગવાનશ્રી કૃષ્ણની દિવ્ય વાણીને, માનવતાનું દરેક પ્રશ્નોનું તેમાં સમાધાન છે.

Advertisement

Beginning of Srimad Bhagavata Katha in the presence of Ma Khodiyar at Rajpara in Sihore; The atmosphere became religious

પ્રશ્નાર્થનું નહી, પૂર્ણ વિરામનું નામ ભાગવત છે. સંચયથી સમાધાન સુધીની યાત્રા છે, ભાગવત દેવોનો સાહરો શ્રીકૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ છે. ભાગવત કથા દિવ્ય જીંદગીની ખોજ છે, આવા સંત્સંગો માનવીની મહેરવાચાને પૂર્ણ કરે છે. પ્રવર્તમાન કલીકાળમાં માનવ મનને શુધ્ધ કરવાનું ભાગવત સિવાય કોઈ માધ્યમ નથી. ભાગવત જ્ઞાન આપીને ભગવાન શ્રીકૃષ્ણએ જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે.

error: Content is protected !!