Connect with us

Gujarat

જૂનાગઢમાં આ કારણે રોપ વે કરાયો બંધ, સહેલાણીઓ મુશ્કેલીમાં

Published

on

because-of-this-ropeway-was-closed-in-junagadh-travelers-are-in-trouble

જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત ઉપર પવનની ગતિ તીવ્ર જોવા મળી હતી. જેને કારણે આજે ગિરનારમાં રોપ વે બંધ કરવાની ફરજ બંધ પડી હતી. ઉડન ખટોલાના સંલગ્ન અધિકારીઓેને જણાવ્યું હતું કે પવનની ગતિ વધતા રોપવે બંધ કરવાની ફરજ પડી હતી. જોકે ભારે પવન બંધ થતા રોપ વે ફરીથી શરૂ કરવામાં આવશે.

નોંધનીય છે કે જૂનાગઢમાં ફરવા આવતા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉડન ખટોલાની મજા માણતા હોય છે. દીવાળીની રજાઓમાં તથા હાલમાં જ નાતાલના વેકેશનમાં મોટી સંખ્યામાં અહીં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. જોકે તે સમયે હવામાન સ્થિર હોવાથી રોપ વે બંધ કરાવની ફરજ પડી નહોતી અને પ્રવાસીઓએ મોટી સંખ્યામાં રોપ વેનો આનંદ માણ્યો હતો.

Girnar Ropeway Ticket Booking online: Price, latest news, status of project  2020

વેકેશનમાં ગુજરાતીઓ દેશ વિદેશથી માંડીને સ્થાનિક પ્રવાસન સ્થળોએ ઉમટી પડ્યા હતા અને દરેક સ્થળે જાણે માણસોનું કિડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને તેની આસપાસ આવેલા પ્રાકૃતિક સ્થળોએ પ્રવાસીઓ ઊમટ્યા છે. જૂનાગઢની વાત કરીએ તો તળેટી વિસ્તારમાં આવેલા ભવનાથ મંદિર, દામોદર કુંડ, નરસિંહ મહેતાનો ચોરો, અશોકનો શિલાલેખ સહિતની જગ્યાઓએ પ્રવાસી ઉમટી પડ્યા છે તો ગિરનારમાં આવેલા જટાશંકરના સ્થળે પણ પ્રવાસીઓ પહોચ્યા હતા, ખાસ કરીને યુવા પ્રવાસીઓ અહીં ટ્રેકિંગની મજા માણી હતી. તો સકરબાગ મ્યુઝિયમ, ભવનાથ મંદિર તેમજ ગિરનાર રોપવે સહિતના મોટાભાગના પ્રવાસન સ્થળોએ લોકોની ભીડ ઉમટી છે. તો રોપવેમાં બેસી તેનો અનુભવ માણ લોકોએ ખુશી પણ વ્યક્ત કરી હતી. રોપ વે દ્વારા ગિરનારની સફર કરીને આહલાદક કુદરતી વાતાવરણ જોઇને પ્રાકૃિતક સૌંદર્યને કેમેરામાં પણ ઝીલતા હતા.

ગિરનાર ચડતા યાત્રિકોને મુશ્કેલી
જોકે હાલમાં અચાનક રોપ વે બંધ કરવામાં આવતા અહીં આવેલા પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી છે રોપ વેનું સંચાલન કરતા અધિકારીઓ દ્વારા પ્રવાસીઓવને જણાવવામાં આવ્યું હતું કે હાલમાં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ભારે પવનને કારણે રોપ વે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ પવનની ગતિ ધીમી થતા જ ફરીથી રોપ વે સેવા શરૂ કરી દેવામાં આવશે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!