Connect with us

Sihor

સળિયાચોરી નેટવર્કનો પર્દાફાશ : લોખંડના સળિયા બારોબાર લે-વેચ કરતાં સિહોરના 5 સહિત 6 શખ્સો ઝડપાયા

Published

on

Bar theft network busted: 6 people including 5 from Sihore arrested for repeatedly selling iron bars

સલીમ બરફવાળા

  • વટામણથી તારાપુર તરફ જવાના માર્ગ ઉપર પોલીસે લોખંડના સળિયા સહિત રૂપિયા ૧.૦૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી છ સામે ગુનો નોંધ્યો, ટ્રક માલિકોની જાણ બહાર સળિયા સંગેવગે કરતી ટોળકી ઝડપાઇ ,ટ્રક ચાલકો મફતના ભાવે સળિયાની રોકડી કરતા ઝડપાયા

વટામણ નજીક પડતર ખેતરમાં ટ્રકમાંથી સળીયા કાઢી લેવાનું મસમોટું નેટવર્ક પકડાયું છે. આ અંગે પોલીસે સિહોરના પાંચ સહિત છ શખસની ધરપકડ કરી, છ ટ્રક, સળીયા સહિત કુલ એક કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ શખસો છેલ્લા પંદર દિવસથી સળીયા ભરેલા ટ્રકના ચાલકને સાધી તેમને લાલચ આપી ચોરી કરતાં હતાં. આણંદ જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે, વટામણ થી જવાના રોડ પર આશીષ હોટલની પાસે આવેલા પેટ્રોલ પંપની બાજુમાં આવેલા મહિયારી ગામની સીમવાળા પડતર ખેતરમાં સંજયસિંહ સરવૈયા (રહે. ભાવનગર) લોખંડના સળીયા ભરેલી આખી ટ્રકમાંથી કેટલાક સળીયાનો માલ ગેરકાયદેસર રીતે કાઢી તેની ખરીદી કરે છે.

Bar theft network busted: 6 people including 5 from Sihore arrested for repeatedly selling iron bars

આ બાતમી આધારે એસઓજીની ટીમ બનાવી 2જી ફેબ્રુઆરીની વ્હેલી સવારે દરોડો પાડ્યો હતો. આ દરોડાના પગલે નાસભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે વિસ્તાર કોર્ડન કરી સ્થળ પર હાજર છ શખસને પકડી લીધાં હતાં. જેમાં દરોડા સમયે એક ટ્રક પર બે શખસ સળીયાની ભારી અન્ય ટ્રકમાં ઉતારતા જણાયાં હતાં. જેની પુછપરછ કરતાં તે સંજયસિંહ ઉર્ફે એસપી પ્રદ્યુમનસિંહ સરવૈયા (રહે. ભોજપરા, ભાવનગર) અને બીજો શખસ ભુપતસિંહ જીલુભા કામળીયા (રહે. કણમોદર, તા. મહુવા, જિ. ભાવનગર) હોવાનું જણાવ્યું હતું. ભુપતસિંહ તે ટ્રકનો ચાલક હતો અને તેની પુછપરછ કરતાં તેણે સિહોરના ઘાંઘળી ખાતેથી સળીયા ભરી મારૂતી સ્ટીલ વડોદરા ખાતે ડીલીવરી કરવા જવા નિકળ્યાં હતાં. આ લોખંડની કેટલીક ભારીઓ સંજયસિંહ સરવૈયાને વેચવા માટે આપ્યાં હતાં.

Bar theft network busted: 6 people including 5 from Sihore arrested for repeatedly selling iron bars

જે માટે સંજયસિંહે સળીયાના ભારી દીઠ રૂ.ત્રણ હજાર આપતો હોવાનું કબુલ્યું હતું. આ અંગે સંજયસિંહની અટક કરી પુછતાં તે છેલ્લા પંદર દિવસથી ભાવનગરથી સળીયા ભરી આવતી ટ્રકના ડ્રાઇવરનો સંપર્ક કરી ટ્રકમાં ભરેલા સળીયાની ભારીઓ પૈકી કેટલીક ભારીઓ વેચાણથી લેતો હતો. જે પડતર ખેતરમાં મુકેલા પોતાના ટ્રકમાં ભરી વેચતો હતો. આમ એક પછી એક ટ્રક ચાલકની પુછપરછ કરતાં તેઓને બારી દીઠ રૂ.ત્રણ હજારથી પાંચ હજાર આપી ખરીદી લેતો હતો. આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થતાં પોલીસે હાજર અન્ય ટ્રક ચાલકોની પુછપરછ કરતાં ટ્રકના ડ્રાઇવર ભાવનગરથી લોખંડના સળીયાની ભારીઓ ભરી અલગ અલગ જગ્યાએ ડિલીવરી આપવા જવા નિકળ્યાં હતાં અને સંજયસિંહ સરવૈયા (રહે. ભાવનગર)ને પોતાના ટ્રકમાં ભરેલા લોખંડના સળીયાની ભારીઓ પૈકી કેટલીક ભારીઓ ગેરકાયદેસર રીતે વેચાણ આપવા માટે આવ્યાં હતાં. આ બદલ સંજયસિંહ સરવૈયા તેઓને ત્રણ હજાર, સાડા ત્રણ હજાર રકમ ચુકવતો હતો. ટ્રકોમાં ભરેલા લોખંડના સળીયાની ભારીઓના બિલ અંગે કોઇ આધારભુત પુરાવો પણ રજુ કર્યો નહતો. આથી, પોલીસે છ ટ્રક કિંમત રૂ.48 લાખ, સળીયા 54.60 લાખ, ગ્રાઈન્ડર કટર મશીન, ઈલેક્ટ્રીક વજન કાંટો, રોકડ, મોબાઇલ મળી કુલ રૂ.1,02,92,460નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Bar theft network busted: 6 people including 5 from Sihore arrested for repeatedly selling iron bars

સળીયાની ચોરીના નેટવર્કમાં પકડાયેલા તસ્કરો

  • સંજયસિંહ ઉર્ફે એસપી પ્રદ્યુમનસિંહ સરવૈયા (રહે.ભોજપરા, મોટી ફળી, ભાવનગર)
  • ભુપતસિંહ જીલુભા કામળીયા (રહે.કણમોદર, તા. મહુવા, જિ. ભાવનગર)
  • વિક્રમ માલુભાઈ ઉધેડીયા (રહે. ભોળાદ, તા. સિહોર)
  • સંજય વિઠ્ઠલભાઈ ખસીયા (રહે. ભડલી, તા. સિહોર)
  • મુસ્તુફા યુસુફ સંધી (રહે. સિહોર)
  • સંજય પ્રેમજીભાઈ ચાવડા (રહે. સિહોર)
error: Content is protected !!