Sihor
સિહોર નગરપાલિકા ના નિમાયેલા વહિવટદાર બી.જે. પટેલ આજ સુધી ડોકાયા જ નથી બોલો !
પવાર
ઉપરથી ચિફ ઓફિસર પણ રજા ઉપર એટલે કર્મચારીઓના ભરોસે નગરપાલિકા દોડે છે – પોટરીનો ઇતિહાસ પાલિકા યાદ ન કરાવે તો સારૂ
રાજ્યની નગરપાલિકા ની મુદત પૂરી થઈ જતા સામે ચૂંટણી ની તારીખ ખેંચતા હાલ વહિવટદારો ની નિમણુંક કરીને સરકાર ગાડું ગબડાવી રહી છે. પરંતુ સિહોર નગરપાલિકા ની હાલત અંધેર નગરી જેવી થઈ ગઈ છે. સરકારે જે વહીવટ દાર પટેલ ની નિમણુંક આપી છે તે હજુ સુધી નગરપાલિકા ને જોવા સુદ્ધાં ડોકાયા નથી. છતાં ઉપરના અધિકારીઓ ને સમય નથી નગરપાલિકા ના વહિવટ દારો ઉપર નજર રાખવાનો. સિહોર નગરપાલિકા તો આવી હાલતમાં દિવસે દિવસે કંગાળ થવા જઈ રહી છે.
કર્મચારીઓ ના ભરોસે સિહોરનું શાસન સોંપી દેવાયું છે. જેમાં ચીફ ઓફિસર મારકના પણ રજા ઉપર ગયા છે તયારે નગરપાલિકા મા બાપ વગરની રેઢી બની બેઠી છે જેને કોઈ પણ નુકશાન પહોંચાડી શકે તેમા ના નહિ. જોઈએ આ અંધેર નગરીનો વહીવટ કેટલા સમય સુધી ચાલે છે.?