Bhavnagar
ભાવનગર શહેર ઉપરાંત ઘોઘામાં પણ પશુ માલિક સામે ફરિયાદ નોંધાવાઈ
પવાર
- ભાવનગર શહેર જિલ્લામાં પશુ માલિકો વિરૂધ્ધ ગુન્હા નોંધાયા
ભાવનગર શહેર જિલ્લામાં રખડતા ઢોર ને કારણે કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે તેવામાં કેટલાક લોકો જન પણ ગુમાવી ચૂક્યા છે ત્યારે હવે તંત્રની ઊંઘ ઊડી હોય તેમ રજ્જકા ડ્રાઇવ અને પશુ માલિકો સામે ગુન્હા નોંધવાનું શરૂ કર્યું છે જેમાં ભાવનગર શહેર એક ગુન્હો પશુ માલિક સામે નોંધવામાં આવ્યો હતો જ્યારે ઘોઘામાં એક પશુ માલિક સામે ગુન્હો નોંધાયો હતો આ બનાવ ની જાણવા મળતી માહિતી મુજબ રખડતા ઢોર નો ત્રાસ ભાવનગર શહેર જિલ્લામાં વઘુ જતા તંત્ર દ્વારા રજકા ડ્રાઇવ સહિત પશુ માલિકો વિરુધ ગુન્હા નોંઘ્યા છે
જેમાં ભાવનગર શહેરના ભરતનગર ખાતે રહેતા કાળુભાઈ સદુલભાઈ પરમારે પોતાની માલીકીના ઢોર જાહેર રસ્તા પર છુટા મુકી ને,કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરી તેઓની માલીકીની ગાય રોડને અડચણ થાય તે રીતે છૂટી મુકી માલીકીની ગાયો માલઢોર પોતાના ઘરે બાંધી નહી રાખી બહાર રખડતા મુકી આ ગાયો રોડ ઉપર રાહદારીને અડચણ થાય તે રીતે માણસો ની જિંદગી જોખમાય તે રીતે કત્ય કર્યું હોવાની ફરિયાદ ભરતનગર પોલીસ મથકમાં મહાનગર પાલિકાના વેટરનરી ઓફિસર મહેશભાઈ મનસુખભાઈ હીરપરા નોંધાવી હતી જ્યારે ઘોઘા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ લલુભા ગોહિલે ઘોઘા ખાતે રહેતા જાદવ મેરામભાઈ શામણકાએ પોતાની માલિકી નાં પશુ ગાય રખડતા મુકી આ ગાયો રોડ ઉપર રાહદારીને અડચણ થાય તે રીતે માણસોની જિંદગી જોખમાય તે રીતે કત્ય આચર્યું હોવાની ફરિયાદ નોઘી હતી