Bhavnagar
ધારાશાસ્ત્રીઓની એએસઆઇ સામે કાર્યવાહી કરવાની માંગ પૂર્ણ ન થતાં બીજે દિવસે પણ કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા

દેવરાજ
- ધારાશાસ્ત્રીઓની બીજા દિવસે પણ હડતાલ જારી
ભાવનગર ના ધારાશાસ્ત્રી અને કારોબારી સભ્ય જયેશ યુ. મહેતા ઉપર ઘોઘા રોડ પોલીસ ચોકીનાં એ.એસ.આઈ. જે.જે.સરવૈયા ધ્વારાં લાફા મારી જાહેરમાં અપમાનીત કરતાં,તે બનાવનાં ખુબજ ઘેરા પડઘા ભાવનગર બાર એસોસીએશનમાં પડતાં અને આ અંગે કસુરવાન કર્મચારી વિરૂધ્ધ યોગ્ય પગલા ભરવા જીલ્લા પોલીસ વડાને રજુઆતો કરવા છતાં આ અંગે કોઈ અસરકારક પગલાં ભરવામાં નહી આવતાં ભાવનગરના તમામ ધારાશાસ્ત્રીઓ તમામ પ્રકારની અદાલતી કાર્યવાહીઓથી અળગાં રહેલ અને સજજડબંધ-સ્કેલ અને તમામ વકીલઓએ સજજડ બંધ પાળેલ
આ અંગે તાકીદે આગળ ઉપરાંતની ચર્ચા વિચારણા કરી આગળની કાર્યવાહીઓ કરવા માટે તમામ ધારાશાસ્ત્રીઓની એક અર્જન્ટ અસાધારણ આજે બારરૂમમાં મળી હતી આ બેઠકમાં તમામ ધારાશાસ્ત્રીઓ મેયર કિર્તીબેન દાણીધારીયા અને ધારાસભ્ય સેજલબેન પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સાંજે પાંચ કલાકે એસપી સાથે ખાસ બેઠક યોજવામાં આવશે ત્યારબાદ સમગ્ર નિર્ણય કરવામાં આવશે ઉપરાંત ધારાશાસ્ત્રીઓ આજે પણ કોર્ટ કાર્યવાહીથી લગા રહી વિરોધ પ્રગટ કર્યો હતો