Surat
જામીન મળ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું ; આ સંઘર્ષમાં સત્ય જ મારૂ અસ્ત્ર અને સત્ય જ મારો આશરો
મિલન કુવાડિયા
પ્રિયંકા ગાંધીએ પણ રાહુલ ગાંધીના ટ્વીટને કોટ રીટ્વીટ કરતા લખ્યું સૂરમા નહીં વિચલિત હોતે, ક્ષણ એક નહીં ધીરજ ખોતે, વિઘ્નો કો ગલે લગાતે હૈ, કાંટો મેં રાહ બનાતે હૈ ; સુરત કોર્ટમાંથી રાહુલ ગાંધીને જામીન મળ્યાં છે હવે વધુ સુનાવણી 13 એપ્રિલે યોજાશે
સુરત મોઢ વણિક સમાજની માનહાનિના કેસમાં સુરત કોર્ટમાં આજે રાહુલ ગાંધીની લીગલ ટીમે નીચલી કોર્ટના ચુકાદાની કાયદેસરતાને પડકારતી અપીલ દાખલ કરી છે. આ બાબતની સુનાવણી 13 એપ્રીલના રોજ યોજાશે. વકીલના કહેવા મુજબ અગામી સુનાવણી એટલે કે 13 એપ્રીલના રોજ રાહુલ ગાંધીએ ફરી કોર્ટમાં હાજરી આપવી જરૂરી નથી. કોર્ટે રાહુલ ગાંધીને 15 હજારના બેલ બોન્ડ પર 13 એપ્રિલ સુધી સુરતની કોર્ટે જામીન આપ્યા છે. કોર્ટની સુનાવણી બાદ રાહુલ ગાંધી હવે દિલ્હી જવા રવાના થયા હતાં. કોર્ટની કાર્યવાહી બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, આ મિત્રકાળ વિરૂદ્ધ લોકતંત્રને બચાવવાની લડાઈ છે. આ સંઘર્ષમાં સત્ય મારૂ અસ્ત્ર છે અને સત્યજ મારો આશરો. રાહુલ ગાંધીના ટ્વીટને કોટ રીટ્વીટ કરતા તેમણે એક કવિતાના અંશ શેર કર્યા- સૂરમા નહીં વિચલિત હોતે,
ક્ષણ એક નહીં ધીરજ ખોતે, વિઘ્નો કો ગલે લગાતે હૈ, કાંટો મેં રાહ બનાતે હૈ. આજે સુરતાં કોર્ટના ચુકાદા સામે અપીલ કરવા રાહુલ ગાંધી સુરત પહોંચ્યા હતાં. તેની સાથે કોંગ્રેસના મહાસચિવ અને તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડરા, રાજસ્થાન, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સહિત કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.રાહુલ ગાંધીને કર્ણાટકમાં 2019માં તેમની મોદી ઉપનામ ટિપ્પણી પર માનહાનિના એક મામલામાં મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે 23 માર્ચે દોષી ગણાવ્યા અને બે વર્ષની સજા પણ સંભળાવી હતી.