Bhavnagar
સોમવારથી ભાવનગર-હરિદ્વાર માટે સાપ્તાહિક એકસપ્રેસ ટ્રેન દોડશે
પવાર
સાંસદ ડો. ભારતીબેન શિયાળના હસ્તે હરિદ્વાર ટ્રેનની પ્રથમ ટ્રીપને ફલેગ ઓફ અપાશે
ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન ડી. શિયાળના અથાક પ્રયાસો અને મુસાફરોની માંગણીને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે ભાવનગર ટર્મિનસથી હરિદ્વાર સુધી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની મંજૂરી આપી છે. ભાવનગર ડીવીઝનના ડીવીઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી હરિદ્વાર સુધી 04 સપ્ટેમ્બર, 2023થી દર સોમવારે ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન ચલાવશે. હરિદ્વાર ટ્રેનની પ્રથમ ટ્રીપને માનનીયા સાંસદ ડો. ભારતીબેન ડી. શિયાલ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવશે.
ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર ભાવનગર – હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 04. થી દર સોમવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી રાત્રે 20.20 કલાકે ઉપડશે અને બુધવારે પ્રાત: 03.45 કલાકે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે, હરિદ્વાર – ભાવનગર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 06. થી દર બુધવારે પ્રાત: 04.55 કલાકે હરિદ્વારથી ઉપડશે અને ગુરુવારે બપોરે 13.00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી જંક્શન, ધનેરા, મારવાડ જંકશન, ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડ઼ી જંકશન, જોધપુર, ડેગાના જંક્શન, છોટી ખાટૂ, ડીડવાના, લાડનૂં, સુજાનગઢ, રતનગઢ જંક્શન, ચૂરૂ જંક્શન, સાદુલપુર જંક્શન, હિસાર જંક્શન, જાખલ જંક્શન, સુનામ ઉધમ સિંહ વાલા, ધૂરી જંક્શન, પટિયાલા, રાજપુરા જંક્શન, અંબાલા કેન્ટ જંક્શન, સહારનપુર જંક્શન. અને રૂડ઼કી સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે.