Bhavnagar
ભાવનગરની સરદાર પટેલ એજયુ. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓને ‘વિધાનસભા ચુંટણી ડેમો મોડેલ’ બતાવાયું
દેવરાજ
- વિદ્યાર્થીઓને અત્યારથી જ રાજ્ય વ્યવસ્થાઓ વિશેનું જ્ઞાન અપાય તે દેશની વ્યવસ્થા અને રાજકારણ માટે ખૂબ જરૂરી
રાજકારણ અને સરકારોની કામ કરવાની વ્યવસ્થા દેશનાં નાનામાં નાના માણસથી લઈને દરેક લોકોને કોઈને કોઈ રીતે અસર કરે છે, અને માટે જ આ તમામ વ્યવસ્થા અને તેની કામ કરવાની રીતથી સમાજનાં દરેક લોકો માહિતગાર હોય તે જરૂરી છે, આવા પ્રયાસના જ ભાગરૂપે ભાવનગરની સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ખાતે ધોરણ 8નાં વિદ્યાર્થીઓને રાજ્યની વિધાનસભા ચુંટણીના આયોજન અને તેની રૂપરેખા વિશેની માહિતી મળે તે હેતુથી ‘વિધાનસભા ચુંટણી ડેમોસ્ટ્રેશન મોડેલ’ બતાવાયુ હતું.
આવનારા સમયમાં વિદ્યાર્થીઓ માત્ર ડોક્ટર, એન્જિનિયર કે CA જ નહીં પણ સક્રિય રાજનીતિમાં આવીને દેશસેવા અને લોકહિત માટે કાર્યો કરે, દેશના મહાન બંધારણ અને દેશનાં ક્રાંતિવીરોનાં સપનાંનું ભારત બનાવવા માટે ઉત્સાહી રહે તેવા પ્રયાસો દરેક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓએ કરવા જોઈએ, ભાવનગરની SPEI દ્વારા વિદ્યાર્થીઓને એકેડેમીક શિક્ષણની સાથે સાથે લોકહિત માટે જરૂરી માહિતી પણ પૂરી પાડવામાં આવે છે આ કાર્ય ખૂબ સરહનીય છે. આ કાર્યક્રમમાં SPEIનાં એજ્યુકેશન ડાયરેક્ટર શ્રી જીજ્ઞેશભાઈ ગાબાણીએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં, સંસ્થાના શ્રી નિમેષભાઈ ઠક્કર, શ્રી મેહુલભાઈ ગોસ્વામી તેમજ વિભાગનાં વડાશ્રી હરેશભાઈ રાજાઇ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા માટે જહેમત ઉઠવાઇ હતી.