Connect with us

Bhavnagar

ભાવનગરની નારી ચોકડી પાસે ઇકો કારમાં આગ લાગતા એક વ્‍યકિત ભડથુ

Published

on

A Vyakit Bhadthu caught fire in an Eco car near Bhavnagar's Nari Chowkdi

દેવરાજ

શોર્ટ રૂટ પર અજાણ્યા વાહને ટક્કર મારતાં અકસ્માત, ડ્રાઇવર અંદર ફસાઈ જતાં કાર સાથે ભડથું થયો, અરેરાટી ભર્યું મોત, એક અઠવાડિયામાં જ આ પ્રકારની બીજી ઘટના સામે આવી

ભાવનગર નજીક નારી ચોકડી પાસે કારઅકસ્‍માત સર્જાતા કારમાં બેઠેલ એક વ્‍યક્‍તિનું સળગી જતા કમકમાટી મોત નીપજ્‍યું હતું. આ બનાવ અંગેની માહિતી મુજબ ગઈ મોડી રાત્રે ભાવનગર નજીક નારી ચોકડી નજીક  મોમાઈ માતાના મંદિર પાસે એક કાર સળગી ગયેલ હોવાની જાણ થતા ભાવનગર ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો હતો અને તપાસ કરતા કારની અંદર એક માનવ લાશ સંપૂર્ણ રીતે સળગી ગયેલ હાલતમાં મળી આવી હતી. કોઈ કારણોસર કારમાં આગ લાગી હતી આગ ને કારણે કારમાં રહેલ એક વ્‍યક્‍તિ બળીને ભડથું થઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેરમાં તાજેતરમાં જ એક કાર માં અકસ્‍માત સર્જાયા બાદ આગ ભભૂકી ઉઠતા એક વ્‍યક્‍તિનું દાજી જતા મોત નીપજ્‍યું હતું.

A Vyakit Bhadthu caught fire in an Eco car near Bhavnagar's Nari Chowkdi

સમગ્ર બનાવની મળતી વિગતો અનુસાર, અમરેલી જિલ્લાના રાજુલામાં રહેતા અને વ્યવસાય સાથે સંકળાયેલા હૈદર અલી નામના વેપારીને પરિવાર સાથે કોઈ સામાજિક પ્રસંગે અમદાવાદ જવાનું હોવાથી ગત રોજ બપોરના સમયે તેની ઈકો કાર નં-જી-જે-14-એપી-7106 માં ડ્રાઈવર હનીફ દાદુ કુરેશી (ઉં.વ.52) સાથે રવાના થયા હતા, દરમિયાન હૈદર અલીને તેના પરિવાર સાથે અમદાવાદમાં ડ્રોપ કરી ડ્રાઈવર હનીફભાઈ કાર લઈને પરત રાજુલા આવવા નીકળ્યા હતા. દરમિયાન ભાવનગર જિલ્લાના ભાલ પંથકમા આવેલા માઢિયા ગામ નજીક દસનાળા પાસે પહોંચતાં સામેથી આવી રહેલા કોઈ અજાણ્યા વાહને કારને અડફેટે લેતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર હનીફભાઈને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં ચાલક કારની બહાર નીકળે એ પૂર્વે કાર ભડભડ સળગી ઊઠી હતી, જેથી ચાલક કારમાં જ ફસાયો હતો અને અગનઝાળામાં સપડાઈ જતાં કારની સાથે સળગીને ભડથું થયો હતો. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને તેમજ વરતેજ પોલીસને થતાં કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જેમાં ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવી કારચાલકના મૃતદેહને પોલીસને સોંપતાં પોલીસે અસ્થિનો કબજો લઈ તપાસ માટે ભાવનગર સર ટી હોસ્પિટલમાં લાવ્યા હતા. આ બનાવ અંગે વરતેજ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!