Connect with us

Offbeat

એક એવી અજીબ જગ્યા કે જ્યાંથી નિકડે છે કાદવમાંથી સોનું

Published

on

A strange place where gold comes from mud

જો તમને કહેવામાં આવે કે એક જગ્યા છે, જ્યાં તમારે દરરોજ ખાલી હાથ જવાનું છે અને ત્યાં તમને સોનું મળી જશે. આ વાત સાંભળવામાં વિચિત્ર ભલે લાગે, પરંતુ બિલકુલ સાચી છે. દુનિયામાં એક એવી જગ્યા છે, કે જ્યાં એવું જ થાય છે. ત્યાંના લોકો સવારે ઉઠે છે અને નદી કિનારે જાય છે, જ્યાં તેમને સોનું મળી જાય છે. તે સોનું લાવીને તેને વેચી દે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે.

આ જગ્યા દક્ષિણી થાઇલેન્ડમાં છે અને આ મલેશિયા સાથે જોડાયેલો વિસ્તાર છે. અને આ વિસ્તારને ગોલ્ડ માઉન્ટેન કહેવામાં આવે છે અને લાંબા સમયથી અહીં સોનાનું ખનન થાય છે. પરંતુ કોરોના વાયરસના લીધે આર્થિક સ્થિતિ ખરાબ થતા લોકોના પૈસા કમાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની ગયું છે. હવે લોકો કીચડમાંથી ગાળીને સોનું નિકાળી રહ્યા છે.

A strange place where gold comes from mud

આ વિસ્તારમાં સોનાની ખાણ રહી છે. જેના લીધે અહીં આજે પણ સોનું નિકળે છે. પરંતુ તમે વિચારતા હશો કે અહીં મોટી માત્રામાં સોનું નિકળતું હશે. જેથી લોકો થેલા ભરીને લઇ જઇ શકે, તો એવું નથી. અહીં ખૂબ મહેનત બાદ થોડા ગ્રામ સોનું મળી જાય છે. રિપોર્ટ અનુસાર 15 મિનિટ સુધી કામ કર્યા બાદ એટલું સોનું નિકળી જાય છે કે તેનાથી એક દિવસનું ગુજરાન કરી શકાય. રિપોર્ટમાં એક મહિલાની કહાની બતાવવામાં આવી છે. જેના અનુસાર તેમણે 15 મિનિટથી લગભગ 244 રૂપિયાનું સોનું નિકાળી લીધું અને મહિલા આ કામથી ખુશ છે.

 ભારત્માં પણ  એક નદી છે, જ્યાં આજે પણ સોનું નિકળે છે. આ નદી ઝારખંડમાં છે અને તેનું નામ સ્વર્ણરેખા નદી છે. નદીમાં પાણી સાથે સોનું વહેવાથી તેને સ્વર્ણરેખા નદીનું નામથી જાણિતી છે. ઝારખંડમાં કેટલીક એવી જગ્યા છે, જ્યાં સ્થાનિક આદીવાસી આ નદીમાં સવારે જાય છે અને દિવસભર રેત ચાળીને સોનાના કણ એકઠા કરે છે. આ કામમાં તેમની ઘણી પેઢીઓ લાગેલી છે. તમાડ અને સારંડા જેવા વિસ્તારો એવા છે જ્યાં પુરૂષ, મહિલાઓ અને બાળકો સવારે ઉઠીને નદીમાંથી સોનું એકઠું કરવા જાય છે.

 

Advertisement

 

error: Content is protected !!