Sihor
સસ્તા અનાજના દુકાનદારોની જડબેસલાક હડતાલ ; ગરીબો રાશન વિહોણા ; રાજ્યભરમાં દેકારો

પવાર
સિહોર ભાવનગર સહિત રાજ્યભરના દુકાનદારો જોડાયા : એક પણ દુકાન ખુલ્લી નથીઃ બીપીએલ – અંત્યોદય કાર્ડ હોલ્ડરોના તહેવારો બગડયા
રાજયભરનાં સસ્તા અનાજના વેપારીઓએ ઓગસ્ટ મહિનાનો રાહતભાવનો અનાજ-પૂરવઠાનું વિતરણ પુરૂ કર્યા બાદ સપ્ટેમ્બર મહિનામાં જન્માષ્ટમીના તહેવાર ઉપર જ વેપારીઓ દ્વારા પડતર પ્રશ્નોનાં નિકાલ માટે હડતાલનું શષા ઉગામવામાં આવ્યું છે. હડતાલના એલાન બાદ ગત તા.૧૮ના રોજ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના હોદેદારો સાથે પૂરવઠા સચિવની બેઠક નિષ્ફળ ગયા બાદ રપમી ઓગષ્ટથી આગામી મહિના માટે વેપારીઓ દ્વારા અનાજ-પૂરવઠાની પરમીટનો બહિષ્કાર કર્યો હતો. ૩૧ ઓગસ્ટ સુધી રાજયભરમાં એકલ-દોકલ સસ્તા અનાજના દુકાનદારોએ પરમીટ ઉપાડયા બાદ કોઈએ ચલણ નહી ભરતા સરકારી તંત્રમાં દોડધામ મચી છે અને ઝોનલ અધિકારી દ્વારા વેપારીઓને પરમીટ ઉપાડવા માટે દબાણ કરાતું હોવાનું વેપારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
સસ્તા અનાજના દુકાનદારો હડતાલ ઉપર ઉતરી જતા જિલ્લાના હજારો રેશનકાર્ડધારકો સહિત રાજયનાં ૨૦ લાખ રેશનકાર્ડ ધારકોને અનાજ પૂરવઠો નહી મળે એટલું જ નહી તહેવારમાં સરકાર દ્વારા રાહતભાવે આપવામાં આવતા ખાંડ-તેલ પણ નહીં મળે તેથી ગરીબોના તહેવાર બગડે તેવા સંજોગો છે. એક તરફ સાતમ આઠમના તહેવારોને ચાર દિવસો બાકી છે. ત્યારે રાજયના સસ્તાં અનાજના ૧૭,૦૦૦ દુકાનદારોની આજથી બેમુદ્દતી હડતાલ પર છે. તહેવારમાં સરકાર દ્વારા રાહતભાવે આપવામાં આવતા ખાંડ-તેલ પણ નહીં મળે તેથી ગરીબોના તહેવાર બગડે તેવા નિર્દેશ મળી રહ્યા છે.ᅠસસ્તા અનાજના દુકાનદારોના મતે રાજય સરકાર દ્વારા ઓગષ્ટ- ૨૦૨૨માં સસ્તા અનાજના વિક્રેતાઓને લઘુતમ રૂપિયા ૨૦,૦૦૦ કમિશન અને ૧ ટકો વિતરણ ઘટ આપવા સંમિત આપવામાં આવેલા છે. જેની દરખાસ્ત પણ કરી દેવામાં આવી છે, પરંતુ અધિકારીઓની મનમાનીના કારણે મંજુરી આપવામાં આવતી નથી તેથી વેપારીઓ દ્વારા બેમુદતી હડતાલ પાડવામાં આવી છે.