Sihor
સિહોરના મુખ્ય માર્ગો પર મેગા ડિમોલેશન ; અનેક દબાણો દૂર : સ્વૈચ્છાએ દૂર ન કરનાર દબાણો પર બુલડોઝર ફરી વળ્યા
બ્રિજેશ દેવરાજ
- હાઇવે પરથી દબાણોનો સફાયો ; જે જગ્યાઓ પર દબાણો દૂર થયા છે ત્યાં ફરી દબાણો ન થાય તે જરૂરી, ચુસ્ત બંદોબસ્ત સાથે મેગા ડીમોલેશન, મુખ્ય માર્ગો પર છાપરા, ઓટલા, કેબીનો, લારી ગલ્લા સહિત હટાવવાની કામગીરી
છેલ્લા કેટલાક સમયથી સિહોરમાં હાઇવે પર દબાણો વધવા લાગ્યા છે. અનેક ચા નાસ્તાની લારીઓ આડેધડ ઉભી રાખી દબાણ કરેલ ત્યારે સિહોરનું તંત્ર સાબદુ થઇ દબાણકર્તાઓ સામે લાલ આંખ કરેલ છે. સિહોર શહેરમાં ગઈકાલે સમી સાંજે ચુસ્ત બંદોબસ્ત સાથે શહેરના મુખ્ય પર માર્ગ મેગા ડીમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ અધિકારી, કર્મચારી અને સ્ટાફ સાથે તંત્રનો કાફલો સાંજના સમયે વડલાચોકથી શરૂ કરાયેલા ડીમોલેશનમાં પાટીયા છાપરા ઓટલા પાલા કેબીનો હટા વવાનું શરૂ કરવામાં આવ્યું છે. ડીમોલેશન મુખ્ય માર્ગો પર લોકોના ટોળેટોળા ઉમટયા હતા તો નાના ધંધાર્થીઓ ભારે માનસિક ટેન્શન અનુભવતા જોવા મળ્યા હતા. ડીમોલેશન દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ને કારણે કોઈ અનિચ્છનિય ઘટના બની નથી. ત્યારે સિહોરના જાહેર રસ્તાઓ મુખ્ય માર્ગો પર સરકારી જમીનો પર વ્યાપક દબાણ થયુ હોય રસ્તા સાંકડા બની રહ્યા છે. જેના કારણે અકસ્માતની ઘટનાઓ પણ વધી છે. જેથી તંત્ર દ્વારા આવા દબાણો દુર કરવા તજવીજ હાથ ધરવી જરૂરી બની છે.
આજે બીજા દિવસે કામગીરી દબાણ હટાવની કામગીરી શરૂ
સિહોર શહેરના મુખ્ય માર્ગો પર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે ગઈકાલે ભાવનગર રોડ પર ડીમોલેશન કર્યા બાદ આજે મુખ્યબજારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામા આવી હતી મુખ્ય બજારમાં આજે સાંજના સમયે વડલાચોક થી મુખ્ય બજારના માર્ગો પોલીસ તંત્રના કાફલા સાથે નગરપાલિકાના અલગ અલગ વિભાગોના કાર્મચારીઓનો કાફલો મેદાને પડ્યો હતો અને થયેલા દબાણ હટાવવાની કામગીરી કરી હતી
સર્વોત્તમ ડેરી થી વળાવડ ફાટક સુધી ડીમોલેશન કાર્યવાહી અને દબાણ હટાવવાનું શરૂ રહેશે ; તંત્ર
સિહોરના તંત્રએ આજથી ડીમોલેશન કામગીરી શરૂ કરી છે ત્યારે વડલાચોકથી શરૂ થયેલ દબાણ હટાવવાની કામગીરી આગળ વધશે. શહેરના હાઇવે રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વકરી રહી છે અને વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો પણ વધી રહ્યા છે ટ્રાફિક સમસ્યા અને ગેરકાયદેસર દબાણ મુદ્દે શહેરના મુખ્ય રોડ રસ્તાઓ પર દબાણ અંગે ગંભીર પરિસ્થિતિ સર્જાવા પામી છે. સિહોર શહેરના હાઇવે પરના વિવિધ વિસ્તારોમાં દિન-પ્રતિદિન ગેરકાયદેસર દબાણો વધી રહ્યા છે. જાહેર માર્ગોની આસપાસ વધી રહેલ દબાણોના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા પણ ઉદ્ભવી છે. શહેરનો મુખ્ય રાજમાર્ગ ભાવનગર રાજકોટ હાઇવે વાહનોની અવર-જવરથી સતત ધમધમતો રહે છે. તાલુકાનું વડું મથક હોવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી નાગરિકો કામકાજ અર્થે શહેરમાં આવતા હોઈ ટ્રાફિકનું ભારણ વધુ રહે છે. સર્વોત્તમ ડેરીથી લઈ છેક વળાવડ ફાટક સુધી ટ્રાફિકનો પ્રશ્ન પેચીદો બન્યો છે. ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા કડકાઈભર્યું વલણ અપનાવી ડીમોલેશન હાથ ધરતા વ્યાપક ફફડાટ ફેલાયો છે.