Connect with us

Bhavnagar

ભાવનગરના ઇતિહાસમાં ગૌરવવંતો દિવસ : રાજ્યભરના પત્રકારોની હાજરીમાં મહાઅધિવેશન મળ્યું

Published

on

a-proud-day-in-the-history-of-bhavnagar-the-grand-convention-was-attended-by-journalists-from-across-the-state

ભાવનગર જિલ્લા પત્રકાર એકતા સંઘ આયોજિત ઓડિટરીયમ હોલ પત્રકારોથી ખીચોખીચ ભરાયો, દિનેશભાઇ લખાણી, સુરેશભાઈ લખાણી, લાભુભાઈ કાત્રોડિયા, ગણેશભાઈ માધવાણી, ઇમદાદભાઈ શેખ, લાભુભાઈ સોનાણીનું ઢોલ નગારા સાથે વાજતે-ગાજતે ભવ્ય સ્વાગત સન્માન, કાર્યક્રમને ખુલ્લું મુકાયો તે વેળાએ નાની દિકરીઓએ તલવારથી રાસ રામ રમી ઉપસ્થિત સૌ કોઈ ને દંગ રાખી દીધાભાવનગર પત્રકાર એકતા પરિષદ નું જિલ્લા તથા તાલુકા સંગઠન પૂર્ણ થતાં જિલ્લા કક્ષાનું અધિવેશન જિલ્લા પ્રમુખ મિલન કુવાડિયા અને ટીમ આયોજિત આજે ભાવનગર ખાતે મળ્યું હતું ભાવનગર ના સુભાષનગર ખાતે આવેલ ઓડિટરીયમ હોલમાં આજે બપોર બાદ પત્રકારોનું મહાઅધિવેશન મળ્યું હતું કાર્યક્રમ વેળાએ ઓડિટરીયમ હોલ પત્રકારોથી ખીચ્ચો-ખીચ ભરાયો હતો જે ભાવનગરના પત્રકાર જગત માટે ગૌરવવંતી ક્ષણો હતી

a-proud-day-in-the-history-of-bhavnagar-the-grand-convention-was-attended-by-journalists-from-across-the-state

કાર્યક્રમની શરૂઆત મારુતિ ઇમ્પેક્ષના દિનેશભાઇ લખાણી, સુરેશભાઈ લખાણી, લાભુભાઈ કાત્રોડિયા, ગણેશભાઈ માધવાણી, ઇમદાદભાઈ શેખ, લાભુભાઈ સોનાણીનું ઢોલ નગારા સાથે વાજતે-ગાજતે ફુલહાર સાથે ભવ્ય સ્વાગત સન્માન કરાયું હતું ત્યાર બાદ વિધિવત કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો ઓડિટરિયમ હોલમાં કાર્યક્રમની દીપ પ્રાગટય સાથે શરૂઆત થઈ હતી જે બાદ નાની દીકરીઓ તલવારો થી રાસ રામ રમી હતી આમ તો નવરાત્રિ દરમ્યાન પુરુષો જ તલવાર રાસ રમે છે, પણ સ્ત્રીઓ પણ હવે તલવાર ઉપાડીને શૌર્ય બતાવવા લાગી છે

a-proud-day-in-the-history-of-bhavnagar-the-grand-convention-was-attended-by-journalists-from-across-the-state

અહીં કાર્યક્રમમાં નાનકડી દિકરીઓએ તલવારો થી રાસ રમી ઉપસ્થિતિ સૌ કોઈને દંગ રાખી દીધા હતા ગૌરાંગ પંડ્યા દ્વારા પત્રકાર એકતા પરિષદની સ્થાપના,ઉદ્દેશ,સંગઠન, કાર્ય પદ્ધત્તિ, લડત,અને શિસ્ત કે સંગઠન ના માળખા વિશે માર્ગદર્શન આપ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા,કાર્યકારી અધ્યક્ષ થી લઇ સ્વ સલીમભાઈ બાવણી નું સ્વપ્ન સાકાર કરવા સુધી કાપેલી મંજિલ નો ચિતાર આપી શિસ્ત,પ્રમાણિક,એક બીજાને મદદ ની ભાવના સાથે નું સંગઠન,પ્રદેશ,ઝોન,જિલ્લા અને તાલુકા સ્તરે કાર્યરત હોવાનુ જણાવી,૩૨ જિલ્લા અને ૨૪૦ તાલુકા કારોબારી સાથેનું સંગઠન,સરકાર સમક્ષ કરેલી રજૂઆતો,ટેબલ ટોક દ્વારા થયેલ કાર્યવાહી,તેમજ આખરી મહા અધિવેશન સુધી નું માર્ગદર્શન આપ્યું હતું.

a-proud-day-in-the-history-of-bhavnagar-the-grand-convention-was-attended-by-journalists-from-across-the-state

પત્રકાર એકતા પરિષદ માત્ર ગુજરાત નહિ દેશ નહિ વિશ્વનું સૌથી મોટું પત્રકારો નું સંગઠન બની ચૂક્યું છે, ત્યારે રાજ્યની સૌથી મોટી સામાજિક સંસ્થા બની ચૂકી છે,તેના સભ્ય હોવું ગૌરવ ની વાત છે કાર્યક્રમ વેળાએ રાજ્યભરના પત્રકારો અહીં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત દરેકને સ્વાગત સન્માન સાથે નવાજવામાં આવ્યા હતા

Advertisement
error: Content is protected !!