Bhavnagar
ભાવનગરમાં સર્વ સમાજ આયોજિત બેઠકમાં ઉપસ્થિત રહેતાં ગૃહરાજ્ય મંત્રીશ્રી

ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી આજે તેમના ભાવનગર ખાતેના વિવિધ કાર્યક્રમો પતાવીને નારી પાસે આવેલ ઓમ પાર્ટી પ્લોટ ખાતે સર્વ સમાજ આયોજિત બેઠકમાં પહોચ્યાં હતાં.
મારૂતિ ઇમ્પેક્ષ દ્વારા પ્રાયોજિત આ સમૂહ લગ્નમાં આશરે ૧,૧૦૦ દિકરીઓના લગ્ન આયોજિત થવાનાં છે. જવાહર મેદાન આયોજિત આ લગ્નનું મોટાપાયા પર આયોજન કરવાં માટે સમાજના આગેવાનો એકઠાં થયાં હતાં તેમની વચ્ચે બંન્ને મંત્રીશ્રીઓ શુભેચ્છા મુલાકાતે પહોંચ્યાં હતાં.
તેમણે રાજ્ય સરકાર દ્વારા સમૂહ લગ્નને પ્રોત્સાહન આપીને બીનજરૂરી ખર્ચ ઘટાડવાં અને દેખાદેખીથી થતાં ખર્ચને ઘટાડવાં માટે આવાં સમૂહ લગ્નો આવશ્યક છે તેમ જણાવી જરૂરી સહકારની ખાતરી આપી હતી.
આ અવસરે સર્વ સમાજના આગેવાનો, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.