Sihor
સિહોરના થોરાળી ડેમમાંથી નીકળતી કાચી કેનાલ ને પાકી કરવા નાની માડવાળી યુવાગ્રુપ દ્વારા રજુઆત કરાઈ
પવાર
સિહોર તાલુકાના થોરાળી ગામે આવેલ ડેમમાં વરસાદ નું પાણી પૂરતા પ્રમાણ માં એકત્રિત થાય છે. જેનો લાભ થોરાળી અને નાની મોટી મંડવાળી ગામના ખેડૂતોને પિયત માટે પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ આ કેનાલ કાચી હોવાથી વરસાદ પહેલા જાડી અને બાવળ ઊગી જવાથી તેમજ કેનાલ તૂટેલી અને જર્જરિત હાલતમાં હોવાથી યોગ્ય પાણી ખેડૂતો સુધી પહોંચતું નથી.
સાથે દરવર્ષે આ કેનાલ રીપેરીંગ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ પણ ઓછી આપવામાં આવતું હોવાથી કેનાલ ની સફાઈ સરખી કરાઈ શકતી નથી જેથી ત્રણ ગામના ભેગા થઈ સ્વખર્ચે રીપેરીંગ કરી નાખે છે. ત્યારે નાની મંડવાળી યુવાગ્રુપ દ્વારા કાર્યપાલક ઈજનેર ને લેખિતમાં રજુઆત કરી હતી કે ખેડૂતોના પાક ને વરસાદ ખેંચતા કેનાલ ના પાણી થી પાકને યોગ્ય સાચવણી થઈ શકે અને ખેડૂતને પાકનું નુકશાન જાય નહીં તે માટે તાકીદે આ કેનાલની પાકી કરાવી આપવા રજુઆત કરાઈ હતી.
ઉપરાંત જો કેનાલ નું નવનીકર્ણ કરવામાં આવશે નહિ તો આ મામલે ત્રણ ગામના ખેડૂતો દ્વારા મુખ્યમંત્રી ને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે.