Bhavnagar
ભાવનગર મેડિકલ કોલેજમાં PGના વિદ્યાર્થીએ જુનિયર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો ગંભીર આરોપ
પવાર
મેડીકલ છાત્ર પર સીનીયરનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યનો આરોપ થતા સનસનાટી, પી.જી. ડોક્ટર સામે ફરિયાદ ન લેતા વિદ્યાર્થીઓનું ટોળુ પોલીસ મથકે ધસી ગયું: તંત્ર છાવરી રહ્યાનો આક્ષેપ : ‘મને આવી ટેવ છે, હજુ શિકાર બનાવતો રહીશ’: આરોપીના બેશરમ જવાબ
ભાવનગરની મેડિકલ કોલેજમાં બનેલા એક બનાવે શહેરભરમાં ચર્ચા જગાવી દીધી છે. ભાવનગર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનો આક્ષેપ થતાં ખળભળાટ મચી ગઈ છે. વિદ્યાર્થીઓએ નિલમબાગ પોલીસ આરોપી વિદ્યાર્થીને છાવરતી હોવાનો આક્ષેપ કર્યો છે. ભાવનગર મેડીકલ કોલેજના એક વિદ્યાર્થી સાથે કોલેજના જ પી.જી.કરતા એક ડોકટરે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતા ભારે દેકારો મચી જવા પામ્યો હતો. આ અંગે મેડિકલ કોલેજના ડીનને જાણ કરવામાં આવી હતી અને તેમની સુચનાથી પોલીસ મથકે પણ અરજી આપવામાં આવી હતી.
પણ પોલીસે કોઇ પગલા ન લેતા રજુઆત કરવા ગયેલા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને પોલીસ અધિકારી ઉડાવ જવાબ આપતા વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપેલ છે. આ અંગે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું એક ટોળુ મોડીરાત્રે નિલમબાગ પોલીસ મથકે ધસી ગયું હતું અને પોલીસ સ્ટેશનને ઘેરાવ કર્યો હતો. મેડિકલ કોલેજના વિદ્યાર્થી આગેવાનોએ જણાવ્યું હતું કે, ‘પોલીસ ફરિયાદ લેવામાં નથી આવી કારણ કે આરોપી પૈસા પાત્ર છે. ઉપરાંત આ વિદ્યાર્થી હજી જુનિયર છે. તેને વધુ કેટલાક વર્ષો આ કોલેજમાં ભણવાનું છે. બીજી બાજુ આરોપી ડોકટરે એ ખુલ્લેઆમ કહ્યું કે મને આવી ટેવ છે. મેં અનેકને શિકાર બનાવ્યા છે અને હજુ વધુ કેટલાકને શિકાર બનાવીશ આ સંજોગોમાં વિદ્યાર્થીઓ ભયથી ફફડી રહ્યાં છે. ત્યારે આવા લોકો સામે અને ઉડાઉ તથા અભદ્ર જવાબ આપનાર પોલીસ અધિકારી સામે દાખલારૂપ પગલા લેવાવા જોઇએ. અન્યથા આ અંગે ઉગ્ર આંદોલન કરાશે. કેમ વિદ્યાર્થી ઓએ જણાવ્યું હતું .ભાવનગરમાં ગુનાખોરીનો આંક વધી રહ્યો છે પણ પોલીસ સબસલામત દેખાડવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેતી જ નથી તેવો પણ આક્ષેપ કરાયો છે.