Bhavnagar
ભાવનગરમાં કોરોના અંગે આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાશે મોક-ડ્રિલ
દેવરાજ
- શહેરના તમામ આરોગ્ય-કેન્દ્ર ખાતે ઓક્સિજન કોન્સન્ટ્રેટર, દવાઓ તેમજ જરૂરી વસ્તુઓ માટે મોક-ડ્રિલ નું આયોજન
કોવીડ – 19 તૈયારીના ભાગરૂપે આરોગ્ય-વિભાગ મહાનગરપાલિકા ભાવનગર દ્વારા આવતીકાલે તા.27 ડિસેમ્બર, 2022 ના રોજ બપોરના 12 વાગ્યે શહેરના તમામ આરોગ્ય-કેન્દ્ર ખાતે ઓક્સિજન કોન્સન્ટ્રેટર, દવાઓ તેમજ જરૂરી વસ્તુઓ માટે મોક-ડ્રિલ નું આયોજન કરવામાં આવેલ છે.
કોર્પોરેશન કક્ષાની મોક-ડ્રિલ શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર રુવા ખાતે રાખેલ છે જ્યાં PSA પ્લાન્ટનું મોકડ્રિલ કરવામાં આવશે.