Connect with us

Bhavnagar

ભાવનગરમાં થી ૩૨ ચોરાઉ મોટરસાયકલ સાથે એક શખ્સ ઝડપાયો

Published

on

A person was caught with 32 stolen motorcycles from Bhavnagar

પવાર

લોકલ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા ૯,૧૫,૦૦૦ કિંમતનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે શહેરમાં પેટ્રોલીંગ દરમ્યાન વિઠ્ઠલવાડી પેટ્રોલપંપ પાસેથી અમદાવાદ જિલ્લાના બાવળા ગામના એક બાઈક ચોરને ઝડપી ભાવનગર અમદાવાદ સુરત બોટાદ સહિતના જિલ્લાઓમાં થયેલ કુલ ૩૨ થી વધુ બાઈક ચોરીનો ભેદ ઉકેલી રૂપિયા ૯,૧૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

A person was caught with 32 stolen motorcycles from Bhavnagar

સમગ્ર બનાવ અંગે એલસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર લોકલક્રાઈમબ્રાન્ચની ટીમ તથા પેરોલફર્લોસ્કવડ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હોય એ દરમ્યાન વિઠ્ઠલવાડી પેટ્રોલપંપ થી નિર્મળનગર તરફ જવાનાં રોડપરથી એક શંકાસ્પદ બાઈક ચાલકને અટકમાં લઈ તેનું નામ-સરનામું ધંધો તથા બાઈકના દસ્તાવેજ તપાસ માટે માંગ્યાં હતાં આથી શખ્સે પોતાનું નામ રાજુ નટવરલાલ મિસ્ત્રી ઉ.વ.૫૪ રે.કૃષ્ણનગર સોસાયટી પ્લોટનં-૨૧ ધોળકા રોડ બાવળા ગામ હાલ ધંધૂકા તાલુકાના રાયકા ગામે ભાડાના મકાનમાં હોવાનું જણાવ્યું હતું

A person was caught with 32 stolen motorcycles from Bhavnagar

તથા બાઈકના કાગળો અંગે સંતોષકારક જવાબ ન આપી શકતા પોલીસ મથકે લાવી સઘન પુછપરછ કરતાં તેના કબ્જામાં રહેલ બાઈક શહેરના એક વિસ્તારમાંથી ચોરી કરી ફેરવતો હોવાની કેફિયત આપી હતી જેમાં એલસીબી ના જવાનોએ વધુ પુછતાછ કરતાં તેણે ભાવનગર સુરત અમદાવાદ બોટાદ સહિતના જિલ્લામાંથી કુલ ૩૨ બાઈક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું આથી ટીમે ૩૨ સ્પ્લેન્ડર બાઈક રૂપિયા ૯.૧૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી આ શખ્સ માત્ર સ્પ્લેન્ડર બાઈક ની જ ચોરી કરતો અને આ કામમાં આગવી માસ્ટરી ધરાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!