Connect with us

Bhavnagar

ભાવનગર ખાતે સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક મળી

Published

on

A meeting of the direction committee was held at Bhavnagar under the chairmanship of MP Mrs. Dr. Bharathiben Shayal
  • સિહોર સાથે જિલ્લામાં વિવિધ યોજનાઓની અમલવારી તેમજ તેના લક્ષ્યાંકો અંગે સમીક્ષા કરી

ભાવનગર કલેકટર કચેરી ખાતેનાં આયોજન હોલમાં સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં સિહોર સહિત જિલ્લાની તમામ કચેરીઓનાં વડાઓ સાથેની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગરની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદશ્રીએ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ વિવિધ યોજનાઓની સમિક્ષા કરી હતી તેમજ ભાવનગર જિલ્લાનાં તમામ વિભાગોની કામગીરી, સરકારી યોજનાઓ તેમજ તેની અમલવારી તેમજ વિભાગોનાં લક્ષ્યાંકોની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

A meeting of the direction committee was held at Bhavnagar under the chairmanship of MP Mrs. Dr. Bharathiben Shayal

જેમાં સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, શૈક્ષણિક યોજનાઓ, પશુપાલન, પુરક પોષણ, કિશોરી શક્તિ યોજના, પોષણ અભિયાન તેમજ સ્માર્ટફોનથી કરવામાં આવતી ઓનલાઇન નોંધણી, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, મધ્યાહન ભોજન યોજના, કુટીર ઉદ્યોગ, આંગણવાડીઓની સમીક્ષા, માતૃ વંદના યોજના, આરોગ્યક્ષેત્રે થયેલ કામો, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ, સુજલામ સુફલામ તેમજ સિંચાઈના કામો, કૃષિ ક્ષેત્રે થયેલ કામો, વીજળી, વાસ્મો, ભારત સંચાર નિગમ લિ., જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રેલ્વે, પાણી પુરવઠા, નેશનલ હાઇવે ઓર્થોરીટી, જિલ્લા ઉદ્યોગ, પી.જી.વી.સી.એલ દ્વારા ચાલતી વિવિધ માનવ કલ્યાણ યોજનાઓ વગેરે યોજનાઓમાં પૂર્ણ થયેલ કામો, પ્રગતિ હેઠળના કામો તેમજ આયોજન કરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું તથા બેઠકમાં લેવાયેલ નિર્ણયોની ચુસ્ત અમલવારી તેમજ અધીકારીશ્રીઓ દ્વારા પડતર પ્રશ્નોનુ ફોલો-અપ લેવા સુચન કર્યુ હતુ. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ડી.કે.પારેખ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જયશ્રીબેન જરૂ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ સહિતના તમામ દિશા કમિટીના સભ્યશ્રીઓ તેમજ અધિકારીશ્રી- પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!