Connect with us

Bhavnagar

કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી

Published

on

A meeting of Bhavnagar District Coordination and Grievance Committee was held under the chairmanship of the Collector

પવાર

  • કલેક્ટરએ વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોનું તાકિદે નિરાકરણ લાવવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું

જિલ્લા કલેક્ટર ડી. કે. પારેખનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડયા એ રજૂ કરેલ જુના બંદર અંગેનાં પ્રશ્નની જિલ્લા કલેક્ટર ડી. કે. પારેખે સંબંધિત અધિકારીઓને સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. કલેક્ટરએ પડતર તુમારોની સમીક્ષા, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસોની સમીક્ષા, કોન્સોલીડેટેડ માહિતી, સ્વાગત કાર્યક્રમ, જિલ્લા અને તાલુકામાં આવેલ પ્રવાસન સ્થળોની ચકાસણી વગેરે અંગે ચર્ચાઓ પણ આ બેઠકમાં આપી હતી. આ ઉપરાંત વિવિધ વિભાગો પરસ્પરના સંકલન અને સહકારથી સામાન્ય નાગરિકો સાથે સીધી રીતે જોડાયેલાં પ્રજાના પ્રશ્નોને અગ્રતા આપી તેનો સત્વરે ઉકેલ લાવે તેવો અનુરોધ કર્યો  હતો, આ કામોમાં ઝડપ લાવવી સત્વરે પૂર્ણ કરવા માટે તેમણે ઉપસ્થિત અધિકારીઓને સૂચના પણ આપી હતી.

A meeting of Bhavnagar District Coordination and Grievance Committee was held under the chairmanship of the Collector

ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવાં ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત બેઠકમાં તળાજા ખાતે થનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગે તેમજ ૨૯ જાન્યુઆરીના રોજ યોજાનાર પંચાયત સેવા પસંદગી બોર્ડની જુનિયર ક્લાર્કની પરીક્ષા સૂચારું રીતે યોજાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં પોલીસ અધિક્ષક ડો. રવીન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

error: Content is protected !!