Connect with us

Sihor

સિહોર અમરગઢની કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલની તબીબ વિધાર્થીને યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક હાંસિલ કર્યો

Published

on

A medical student from College of Dental Science and Hospital, Sihore Amargarh secured first rank in university

દર્શન જોષી

ભાવિ તબીબ “હાર્દવી”ને સુવર્ણચંદ્રક એનાયત….

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ૪૫માં સ્થાપના દિનના વિશેષ ઉપલક્ષમાં યુવા પ્રતિભા સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર યુનિવર્સિટીના કોલેજના પ્રતિભાશાળી વિધાર્થીઓનું ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાવનગર મેયર કીર્તિબાળા દાણીધારિયા, ભાવનગર પશ્ચિમ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા ની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સાથે સભારંભના અધ્યક્ષ ડો.એમ.એમ.ત્રિવેદી કાર્યકારી કુલપતિ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી રહ્યા હતા.

A medical student from College of Dental Science and Hospital, Sihore Amargarh secured first rank in universityઆ કાર્યક્રમમાં સિહોરના અમરગઢ ખાતે આવેલ કે જે મહેતા ટી બી હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલના બી. ડી. એસ.શાખાની ફાઇનલ વર્ષની ભાવિ તબીબ વિધાર્થીની હાર્દવી જીજ્ઞેશભાઈ ધોળકિયા એ સમગ્ર યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી ને સુવર્ણચંદ્રક હાંસિલ કરીને કોલેજનું ગૌરવ વધાર્યું હતું. હાર્દવી ના પિતા જામનગર રિલાયન્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાબે છે. ત્યારે હાર્દવી એ આકરી મહેનત કરીને બી.ડી.એસ ના અભ્યાસમાં સુવર્ણચંદ્રક હાંસિલ કરેલ. ત્યારે પ્રતિભા સન્માન સમારોહમાં ડો.એચ.એલ.ચાવડા ના હસ્તે હાર્દવી ને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. કોલેજ પરિવાર દ્વારા હાર્દવીને સુવર્ણ સિદ્ધિ બદલ શુભકામનાઓ પાઠવી હતી.

Continue Reading
Advertisement
error: Content is protected !!