Umrala
ધોળા નજીક થી અબોલ પશુ ભરેલા ટ્રક સાથે એક શખ્સ ઝડપાયો
દેવરાજ
- ધોળા રેલવે પોલીસે રૂ.૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ઉમરાળાના ધોળા રેલવે ફાટક પાસેથી ધોળા રેલવે પોલીસે ૯ પશુ ભરેલા ટ્રક સાથે અમરેલીના શખ્સની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ધોળા રેલવે પોલીસ સ્ટાફ ધોળાના રેલવે ફાટક પાસે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પુર ઝડપે પસાર થઈ રહેલા ટ્રક નં. જી.જે.૧૪ ઝેડ ૧૫૭૯ ને અટકાવી ટ્રકની તલાશી લેતા ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં ૯ ભેંસ મળી આવી હતી.
ધોળા રેલવે પોલીસે પશુ ભરેલો ટ્રક, ૯ પશુ મળી કુલ રૂ.૪.૪૦ લાખના મુદ્દામાલ સાથે બહારપરા,ખાટકીવાડ, અમરેલી ખાતે રહેતા નસીમુદ્દીન આદમભાઈ ખોરાણી ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.