Sihor
સિહોર રેલવે સ્ટેશન નજીકથી મળી લાશ, મોતનું કારણ હજુ અકબંધ.
Devraj
સિહોર રેલવે સ્ટેશન નજીકથી એક લાશ મળી આવતા ચકચાર મચી છે. આ ઘટનાના પગલે રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકની ઓળખ કરતા મૃતક સિહોરના મઢડા ગામનો બાબુભાઇ ત્રિકમભાઈ વાળા ઉ.વ.46 હોવાનું ખુલ્યું હતું. જો કે મોતનું કારણ હજુ અકબંધ છે કે અકસ્માતે ટ્રેઇન માંથી પડી જવાથી,ટ્રેઇન સાથે અથડાવાથી કે આપઘાત તે અંગે હજુ કોઈ હકીકત સામે નથી આવી.
જ્યારે લાશને પીએમ માટે સિહોર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જ્યારે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં મૃતક શખ્સ ક્યાં ગયો હતો,અને તેના મોતની હકીકત શુ છે તે અંગેની કાર્યવાહી હાથ ધરી છે.