Sihor
સિહોરના ઢાંકણકુંડા ગામના તળાવમાંથી એક વ્યક્તિની લાશ મળી ; બે દિવસ પહેલા ગુમ થયાની વિગતો

દેવરાજ
સિહોર તાલુકાના ઢાંકણકુંડા ગામના તળાવ માંથી આજે એક વ્યક્તિની લાશ મળી આવી હતી બનાવને લઈ સ્થાનિક લોકો દોડી ગયા હતા અને પોલીસ અને તંત્રને જાણ કરી હતી લાશને સિહોર હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી, બનાવની વિગત અંગે સહયોગી દેવરાજ બુધેલીયાએ જણાવ્યું હતું કે સિહોર તાલુકાના ઢાંકણકુંડા ગામના તળાવમાંથી આજે જે મળી આવી છે તે મુકેશભાઈ વીરજીભાઈ મકવાણા નામના વ્યક્તિની હોવાનું ખુલ્યું છે.
મરમજનાર મુકેશભાઈ સમઢીયાળા ગામના હોવાનું જાણવા મળ્યું છે. મરણજનાર મુકેશભાઈ બે દિવસ પહેલા પોતાના ઘરેથી નીકળી ગયા હોવાનું પણ બુધેલીયા જણાવે છે સમગ્ર મામલે પોલીસે કેસ કાગળો કરીને તપાસ આદરી છે.