Sihor

સિહોરના ઢાંકણકુંડા ગામના તળાવમાંથી એક વ્યક્તિની લાશ મળી ; બે દિવસ પહેલા ગુમ થયાની વિગતો

Published

on

દેવરાજ

સિહોર તાલુકાના ઢાંકણકુંડા ગામના તળાવ માંથી આજે એક વ્યક્તિની લાશ મળી આવી હતી બનાવને લઈ સ્થાનિક લોકો દોડી ગયા હતા અને પોલીસ અને તંત્રને જાણ કરી હતી લાશને સિહોર હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી, બનાવની વિગત અંગે સહયોગી દેવરાજ બુધેલીયાએ જણાવ્યું હતું કે સિહોર તાલુકાના ઢાંકણકુંડા ગામના તળાવમાંથી આજે જે મળી આવી છે તે મુકેશભાઈ વીરજીભાઈ મકવાણા નામના વ્યક્તિની હોવાનું ખુલ્યું છે.

A dead body was found in a lake in Dhankankunda village of Sihore; Details of missing two days ago

મરમજનાર મુકેશભાઈ સમઢીયાળા ગામના હોવાનું જાણવા મળ્યું છે. મરણજનાર મુકેશભાઈ બે દિવસ પહેલા પોતાના ઘરેથી નીકળી ગયા હોવાનું પણ બુધેલીયા જણાવે છે સમગ્ર મામલે પોલીસે કેસ કાગળો કરીને તપાસ આદરી છે.

Exit mobile version