Sihor
સિહોરમાં હડકાયા કૂતરાએ બાળક સહિત 8 થી 10 લોકોને બચકાં ભરતાં વિસ્તારમાં ભયનો માહોલ
- શહેરના જલુના ચોક વિસ્તારની ઘટના, હડકાયા કૂતરાનો આંતક : લોકો ભયમાં, તમામ સારવાર માટે હોસ્પિટલ પોહચ્યા
સિહોરના જલુનાચોક વિસ્તારમાં હડકાયા કૂતરાએ આંતક મચાવી 8 થી 10 લોકોને બચકાં ભરી લેતા અહીં વિસ્તારમાં હોહા દેકારો બોલી ગયો છે. તમામને સારવાર અર્થે સિહોરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અમારા સહયોગી દેવરાજ બુધેલીયાના અહેવાલો મુજબ આજે રાત્રીના સમયે શહેરના જલુનાચોક વિસ્તારમાં હડકાયા કૂતરાએ રીતસરનો આંતક મચાવી એક પછી એક 8 થી 10 લોકોને બચકાં ભરી લેતા આ વિસ્તારમાં ભયનો માહોલ પ્રસરી જવાની સાથે નાસભાગ મચી જવા પામી હતી.
બનાવને લઈ સરકારી હોસ્પિટલમાં ભોગ બનનાર લોકો સારવાર માટે પોહચ્યા હતા જ્યાં ફરજ પરના હાજર સ્ટાફ અને તબીબો દ્વારા ઇન્જેક્શન સહિત જરૂરી સારવાર આપવામાં આવી હતી. સિહોરમાં રીતસરનો કૂતરાએ આતંક મચાવી દીધો છે. કૂતરાના આંતક થી ઘાયલ નાના ભૂલકાંઓથી લઇ મોટેરાઓ પણ ઇજાગ્રસ્ત થયા છે. બનાવને લઈ અહીં વિસ્તારમાં દેકારો બોલી જવા પામ્યો છે, લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે