Vallabhipur
વલ્લભીપુરના રાજસ્થળીમાં નદી કાંઠે જાહેરમાં લીમડાના ઝાડ નીચે જુગાર રમતાં 6 શખ્સો ઝડપાયા
દેવરાજ
- લાખોની મતા પોલીસે જપ્ત કરી
વલ્લભીપુરના રાજસ્થળી ગામમાં નદી કાંઠે આવેલી વાડી પાસે જાહેરમાં લીમડાના ઝડા નીચે જુગાર રમતા 6 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી લાખોની મતા જપ્ત કરી કારયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર બનાવ અંગે વલ્લભીપુર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ વલ્લભીપુર પોલીસ મથકના જવાનો ગ્રામ્ય વિસ્તારોઓમાં પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે વલ્લભીપુર તાલુકાના રાજસ્થળી ગામમાં નદી કાંઠે આવેલી વાડી પાસે લીમડાના ઝાડ નીચે જાહેરમાં કેટલાક શખ્સો પૈસા-પાના વડે તિનપત્તિનો હારજીતનો જુગાર રમે છે
જે હકીકત આધારે ટીમે સ્થળ પર રેડ કરી છ ઈસમોને અટકમાં લઈ નામ-સરનામાં પુછ્યા હતા. જેમાં દેવેન્દ્રસિંહ ગોહિલ, જગદીશભાઈ ડાભી, શૈલેષભાઈ ગોસાઈ, બળદેવસિંહ ગોહિલ, બ્રિજરાજસિંહ ગોહિલ, પ્રદ્યુમનસિંહ ગોહિલ રે.તમામ ભાવનગર વાળાઓને જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 72,650, 3 મોટરસાઈકલ જેની કી.રૂ.1,10,000 તથા કાર કી.રૂ.2,00,000 તથા 5 મોબાઈલ સહિત કુલ 4,08,650નો મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.