Talaja
ધસમસતા પાણીમાં કાર નાખતા 3 લોકોના મોત: તળાજામાં બની દુર્ઘટના, પરિવાર પર આફતનો ‘વરસાદ’

બરફવાળા
- તળાજામાં ધસમસતા પ્રવાહમાં કાર તણાતા 5 લોકો ડૂબ્યા, બે મહિલા અને એક બાળક સહિત ત્રણના મોત, જૂની કામરોલ ગામે બની ઘટના, ત્રણેય મૃતકો પાવઠી ગામના વતની
રાજ્યમાં ઠેર ઠેર વરસાદે તાંડવ મચાવ્યો છે તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને ઘમરોળ્યા છે. ત્યારે ભાવનગરમાં સ્થાનિક નદીઓ પૂર આવ્યું છે તેમજ ચેકડેમો છલોછલ ભરાયા છે. ભારે વરસાદના કારણે ભાવનગરના તળાજાના કામરોલ નજીક કાર પાણીમાં તણાઈ હતી અને જે કારમાં સવાર પાંચ લોકો તણાયા હતા જેમાંથી 3 લોકોના ડૂબવાથી મોત થયા છે. આ લખાઈ છે ત્યારે રાત્રીના 9/30 કલાકે મળતા અહેવાલો મુજબ તળાજા તાલુકાના જૂની કામરોલ ગામે આવેલ કોઝવેના ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ જતા પાંચ લોકો ડૂબ્યા હતા જેમાં બેનો આબાદ બચાવ થયો જ્યારે ત્રણ વ્યક્તિઓના મોત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. તળાજા તાલુકાના જૂની કામરોલ ગામે આવેલ કોઝવેના ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ જતા પાંચ લોકો ડૂબ્યા હતા જેમાં બેનો આબાદ બચાવ થયો જ્યારે ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. ત્રણેય વ્યક્તિઓ તળાજા તાલુકાના પાવઠી ગામના હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ વ્યક્તિઓમાં બે મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. પાવઠી ગામના કુલ પાંચ વ્યક્તિઓ જૂની કામરોલ ગામે દાદાના દર્શને ગયા હતા. નદીમાં અકસ્માતે ડૂબી જતા પાંચમાંથી ત્રણ વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબે તપાસ કરી ત્રણેય વ્યક્તિઓને મૃત જાહેર કરતા શોક છવાઈ ગયો છે. ત્રણેય વ્યક્તિઓના મૃતદેહ તળાજાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવના પગલે હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા દોડી આવ્યા હતા. બનાવની જાણ થતા તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ સહિતના આગેવાનો પણ હોસ્પિટલે પહોંચ્યા હતા.
બે મહિલા અને 1 બાળક મૃત્યું
ભારે વરસાદના કારણે ઠેર ઠેર ધસમસતું પાણી વહી રહ્યું છે જેના પગલે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. તળાજાના જૂની કામરોળ નજીક વાહન ચાલકે ધસમસતા પાણીમાં કાર નાખતા કારમાં સવાર પાંચ લોકો પાણીના પ્રવાહમાં તણાયા હતા તેવી પ્રાથમિક માહિતી છે. જેમાં ડૂબી જતા ત્રણ વ્યક્તિઓના મોત થયા છે અને ત્રણેય વ્યક્તિઓ તળાજા તાલુકાના પાવઠી ગામના વતની હતાં.
તળાજા તાલુકાના પાવઠી ગામના વતની
આ ત્રણ વ્યક્તિઓમાં બે મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે તેમજ આ પાવઠી ગામના કુલ પાંચ વ્યક્તિઓ જૂની કામરોલ ગામે દાદાના દર્શને ગયા હતા. નદીમાં અકસ્માતમાં ડૂબી જતા પાંચમાંથી ત્રણ વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમનું સારવાર દરમિયાન જ મોત થયું છે. જે ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે તેમજ પરિજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.