National
2019 ની બેચના એમ.બી.બી.એસ. સ્ટુડન્ટ્સને રાહત આપતા મનસુખભાઇ માંડવીયા : NeXT નહીં લેવાય.
કુવાડિયા
ભારતના કેબિનેટ આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ આજે એઈમ્સ રાયપુર ખાતે જણાવ્યું હતું કે 2019 ની બેચના મેડીકલ સ્ટુડન્ટસ (એમ.બી.બી.એસ. ) માટે આ વર્ષે જે નેશનલ એક્ઝિટ ટેસ્ટ (NeXT) લેવાવાની હતી તે આ વર્ષે મોકૂફ રાખવામાં આવી છે. એટલે કે 2019 ની બેચના સ્ટુડન્ટસ માટે આ વર્ષે પીજી એડમિશન માટેની પીજી નીટને બદલે નેક્સ્ટ લેવામાં નહીં આવે. આ નિર્ણય અને સ્ટેટમેન્ટથી સમગ્ર ભારતના હજજારો મેડીકલ સ્ટુડન્ટસ
કે જેવો 2019 ની બેચના હતા તેઓમાં રાહતની લાગણી વ્યાપી ગઈ છે.
થોડા દિવસો પહેલા નેશનલ મેડીકલ કાઉન્સીલ (NMC) દ્વારા 2019 ની એમ.બી.બી.એસ.બેચ માટે NeXT લેવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સંદર્ભે મોક ટેસ્ટ નું આયોજન પણ કરવામાં આવ્યું છે. કેબિનેટ આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાની આજની આ જાહેરાત બાદ હવે NMC શું નિર્ણય લે છે , તેના ઉપર 2019 ની બેચના એમ.બી.બી.એસ. સ્ટુડન્ટસ આતુરતાપૂર્વક મીટ માંડીને બેઠા છે. કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાનો ઉપરોક્ત સ્ટેટમેન્ટ સાથેનો વિડીયો સમગ્ર ભારતના મેડીકલ ગ્રુપમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.2019 ની બેચના એમબીબીએસ સ્ટુડન્ટસ દ્વારા NeXT આ વર્ષે ન લેવામાં આવે તેવી રજુઆત આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાને કરવામાં આવી હતી.