Vallabhipur
વલભીપુર નજીક પૂરઝડપે હાઈવે પર દોડતી બોલેરો પલટી ખાતા બેના મોત 18 ઇજાગ્રસ્ત
પવાર
પાટણા નજીક બોલેરો વાન પલટી ખાઈ જતા કોળિયાક ધાર્મિક વિધિ માટે જઇ રહેલા પરિવારને નડ્યો અકસ્માત
ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. કેટલાક વાહનચાલકોની બેદરકારીના કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવાનો વારો આવતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના વલભીપુર હાઇવે પરથી સામે આવી છે. પૂરઝડપે હાઇવે દોડતી બોલેરો કારનું ટાયર ફાટી જતા કાર રોડ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને 18 લોકોને ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે વલભીપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ બનાવને લઈ પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલા મોકલ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરના વલભીપુર હાઈવેના પાટણા રોડ પર સવારના અરસામાં બોલેરો પુરઝડપે પસાર થઈ રહી હતી, તે દરમિયાન કારનું ટાયર ફાટતા કાર હાઇવે પર પલટી ખાઈ હતી. બોલેરા કારમાં કુલ 20 જેટલા લોકો સવાર હતા. કાર પલટી ખાતા બે લોકોનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ થયું હતું અને 18 લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. અકસ્માતની ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થતાં લોકો પણ ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. 108 એમ્બયુલેન્સ મારફતે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વલભીપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા હતા. પોલીસના પ્રથામિક તપાસમાં સામે આવ્યું છે કે, અકસ્માતમાં મૃત્યુ પામનાર બે લોકો સુંદરિયાણ ગામના વતની છે.