Connect with us

Sihor

સિહોરના જીઆઇડીસી 2 નજીક અકસ્માતમાં 1નું મોત, 1 ઇજાગ્રસ્ત

Published

on

રાજયમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. રોજે કોઈને કોઈ જગ્યાએ અકસ્માત સર્જાય છે. ત્યારે ભાવનગર જિલ્લાના સિહોરના જીઆઇડીસી 2 નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 1 નું મોત નીપજયું હતું અને 1 ઇજાગ્રસ્ત થયો હતો.
ગઈકાલે રાત્રીની ઘટના, પગપાળા જતા બે વ્યક્તિને ક્રેને હડફેટ લેતા એક નું મોત એક ને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખેંસેડાયા, ઘટનાના સીસીટીવી વાઇરલ હાઇવે પર અકસ્માત અકસ્માતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે.

હજુ ગઈકાલે ધંધુકા નજીક અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયાની ઘટના તાજી છે ત્યાં સિહોર નજીક અમદાવાદ રોડ જીઆઇડીસી 2 આસપાસ બે વ્યક્તિ ક્રેન હડફેટ આવ્યા છે. ગતરાત્રીના આ બન્ને વ્યક્તિ પગપાળા જતા હતા તે વેળાએ ત્યાંથી પસાર થતી ક્રેને હડફેટ લેતા એકનું ઘટના સ્થળે મોત થયું છે જ્યારે એક ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે બનાવના સીસીટીવી પણ સામે આવ્યા છે

error: Content is protected !!