Connect with us

festival

સિહોરમાં ગજાનનની મંગલ પધરામણી

Published

on

સિહોરમાં ગજાનનની મંગલ પધરામણી



સુખ કરતા દુઃખ હરતા, વાર્તા વિઘ્નાચી, નૂરવી પૂરવી પ્રેમ કૃપા જયાચી…ડી.જે.ના તાજ, શરણાઈના સૂર, ઢોલ-નગારા, અબીલ-ગલાલ, કંકુની છોળ સાથે વિઘ્નહર્તાની શોભાયાત્રાઓ નીકળી, શ્રીજીને વરૂણદેવના વધામણાં, સિહિરવાસીઓ 11 દિવસ ગણેશભક્તિમાં લીન થશે


પવાર
રિધ્ધિ-સિધ્ધિના દેવ વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાના ૧૧ દિવસીય મહાઉત્સવની આજે ગણેશ ચતુર્થીના પાવન દિવસથી ઉજવણીનો મંગાલરંભ થઈ ચુક્યો છે. પ્રથમ દિવસ સમગ્ર ગોહિલવાડમાં ડી.જે.ના તાજ, શરણાઈના સૂર, ઢોલ-નગારા, અબીલ-ગલાલ, કંકુની છોળ સાથે ગજાનનની મંગલ પધરામણી થઈ હતી. તો વરૂણદેવે પણ વરસાદ વરસાવી શ્રીજીના વધામણાં કર્યા હતા. દુંદાળા દેવની શોભાયાત્રામાં ભાવિકો ભાવવિભોર મોટી સંખ્યામાં જોડાયા હતા. ‘સુખ કરતા દુઃખ હરતા, વાર્તા વિઘ્નાચી, નૂરવી પૂરવી પ્રેમ કૃપા જયાચી…’ સંત અને શૂરાની ભૂમિ ગોહિલવાડમાં આજથી ભગવાન શંકર-પાર્વતીના પુત્ર વિઘ્નહર્તાદેવ ભાવભીનું આતિથ્ય માણવા આવી પહોંચ્યા છે. ગણેશોત્સવના આરંભે સમગ્ર ગોહિલવાડ જાણે પ્રથમ પૂજાતા ગણેશજીની ભક્તિમાં લીન બની ગયું હોય તેમ સવારથી સાંજ સુધી ડી.જે.ના તાજ, શરણાઈના સૂર, ઢોલ-નગારા, અબીલ-ગલાલ, કંકુની છોળ અને ગણપતિ બાપ્પા મોરિયા..ના ગગનભેદી નાદી સાથે રાજમાર્ગો, શેરી-મહોલ્લા, ગલીઓમાં દુંદાળા દેવની અસંખ્ય શોભાયાત્રાઓ નીકળી હતી. ત્યારબાદ વિધિવિધાન સાથે સાર્વજનિક પંડાલો, ઘરો, ઓફિસમાં વિઘ્નહર્તાદેવની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ મહોત્સવ દરમિયાન મંડળો, સાર્વજનિક સ્થળોએ તેમજ ઘરોમાં ૧, ૩, ૫, ૭, ૯ અને ૧૧ દિવસ સુધી ગણેશજીની પૂજા-અર્ચના, મહાઆરતી, ૫૬ ભોગ તેમજ વિવિધ ધાર્મિક, સામાજિક કાર્યક્રમોની ભરમાર જોવા મળશે. જેના કારણે સમગ્ર સિહોર સહિત ગોહિલવાડ ૧૧ દિવસ સુધી ગણેશય માહોલમાં રંગાઈ જશે.

error: Content is protected !!